ખંભાળિયા નજીક હિટ એન્ડ રન: મહિલાને ઈજા

  • August 28, 2023 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર ચાલક ફરાર : પોલીસની તપાસ

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા પાલુબેન હાજાભાઈ સુરાભાઈ ભાન નામના ૪૦ વર્ષના ગઢવી મહિલા શનિવારે તેમના પતિ સાથે બેહ ગામના પાટીયા પાસે ઉભા હતા, ત્યારે દ્વારકા બાજુથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૧૦ ડી.એન. ૩૪૮૪ નંબરની ગ્રે કલરની મોટરકારના ચાલકે પાલુબેનને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
અકસ્માત સર્જી, આરોપી કાર ચાલક નાસી છૂટી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે કારચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application