જસદણના સોમપીપળિયા પાસે હીટ એન્ડ રન: યુવાનનું મોત

  • May 24, 2023 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના સોમપીપળિયા ગામ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ભરવાડ યુવાનનું મોત થયું છે.તેઓ ગામ નજીક આવેલી વાડીએથી ચાલીને દુધ ભરાવવા જતા હતા દરમિયાન અજાણ્યા વાહને તેમને ઠોકરે લેતા તેમનું મોત થયું હતું.આ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
​​​​​​​
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જસદણ તાલુકાના સોમપીપળિયા ગામે રહેતા માત્રાભાઇ વિભાભાઇ સરૈયા નામના ભરવાડ યુવાન ગત તા. ૨૧/૫ ના રોજ સાંજના સમયે ગામ નજીક આવેલી વાડીએથી ચાલીને સોમપીપળિયા ગામે દુધ ભરાવવા માટે જતા હતાં.ત્યારે રસ્તામાં કોઇ અજાણ્યા વાહને તેમને ઠોકરે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.બનાવની જાણ થતા તેમના ભત્રીજા તુરંત તેમને બેભાન હાલતમાં સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. આ અંગે મૃતકના ભત્રીજા ભૂપતભાઇ રામજીભાઇ સરૈયા(ઉ.વ ૩૦ રહે.સોમપીપળિયા તા. જસદણ) ની ફરિયાદ પરથી પોલીસે યુવાનને હડફેટે લઇ તેમનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application