અમદાવાદ સ્થિત આંતરરાષ્ટ્ર્રીય બિઝનેસ ફોરમ, જે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ જેવા મુખ્ય શહેરોમાં પણ છે, અને ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુએસએ વચ્ચે ભારત અને અમેરિકાના દ્રિપક્ષીય વેપારને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક એમઓયુ ઉપર હસ્તાક્ષર થયા છે. ફોરમના સચિવ હિરેન ગાંધી અને ચેમ્બરના પ્રતિનિધિ રાજીવ ભવસાર અને કાર્યકારી નિર્દેશક જગદીપ અહલુવાલિયાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર થયો હતો.
વિશેષમાં ફોરમના સચિવ હિરેન ગાંધીએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપરોકત કરારના મુખ્ય મુદ્દાઓમાં (૧) દ્રિપક્ષીય વેપાર મજબૂત કરવો, બંને ચેમ્બર વચ્ચે વેપાર, રોકાણ, અને સાંસ્કૃતિક સહકાર વધારવા માટે નિયમિત આયોજન કરવા સહમતી થઇ છે. (૨) રોકાણની તકો જેમાં હિરેન ગાંધી દ્રારા ગુજરાતના મુંદ્રા, પિપાવાવ, અને કંડલા પોર્ટ પર કેન્દ્રિત સહયોગ માટે હ્યુસ્ટન પોર્ટ ઓથોરિટી સાથે અલગથી એમઓયુ કરવા સૂચન કરાયું છે.
જગદીપ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે, ૨૦૨૫માં ટ્રમ્પ સરકારની સંભવિત રચનાથી ભારત માટે અમેરિકામાં વધુ તકો ઉપલબ્ધ થશે, ખાસ કરીને યારે અમેરિકામાં ચીનની સામે ભારતને પ્રાધાન્ય મળશે.
બંને બિઝનેસ ફોરમ દ્રારા રોકાણની માર્ગદર્શક પદ્ધતિઓ, જેમ કે ઇબી–૫ વિઝા માટે વકીલોની ચકાસેલી મદદ, એફડીઆઈ માર્ગદર્શન અને ટેકસ સહાયતા સહિત અન્ય સેવાઓની વ્યવસ્થા કરવા સહમતી થઇ છે.
તદઉપરાંત ત્રીજો મહત્વપૂર્ણ મુદ્દો જેમાં વિવિધ ક્ષેત્રો ઉપર ફોકસ કરાશે, જેમાં ફાર્મા, ટેકસટાઇલ, કૃષિ, આઈટી, ફડ પ્રોસેસિંગ, બિલ્ડિંગ મટિરીયલ, રિયલ એસ્ટેટ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, અને ગાર્મેન્ટ જેવા સેકટરમાં વિશેષ પ્રવૃત્તિ હાથ ધરવા સંકલ્પ કરાયો હતો. બંને ચેમ્બર દ્રારા સાંસ્કૃતિક મેલમિલાપ વધારવા પણ પ્રયાસ કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech