ઘોઘા જમાત દ્વારા કોમી એકતા સમારોહ યોજાયો હતો. જેમાં ઘોઘા ખાતે જકાતનાકા નજીક મેમણ જમાત કબ્રસ્તાનની જગ્યાના દસ્તાવેજો કરી આપનાર ઘોઘાના સામાજીક આગેવાન સવજીભાઈ જાદવભાઈ ડાભીને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. કારણકે સવજીભાઈ ડાભીએ કોમી એકતા અને ભાઈચારાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુંછે.
મેમણ જમાત ઘોઘા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ એકતા અને ભાઈચારા સમારોહની શરૂઆત મેમણ મસ્જીદનાં પેશ ઈમામ સાહેબ દ્વારા કુર્આન શરીફની તીલાવત પઢી કરવામાં આવેલ. ત્યારબાદ સૈયદ મોઈનબાપુ કાદરી (ઘોઘાવાળા) અને દસ્તાવેજ કરી આપનાર સવજીભાઈ ડાભી તથા ભાવનગરના પુર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ, તથા મહાનુભાવોએ પ્રાસંગીક ઉદબોધન કરી કોમી એકતા અને ભાઈચારાને બિરદાવ્યું હતું. ઘોઘાના હિન્દુ મુસ્લીમ એકમત થઈને, ભેદભાવ ભુલી, એકમંચ પર ભેગા થયા છે. જેમાં ગામની એકતા અને ભાઈચારાના દર્શન થયા છે. માનવતા ધર્મ મોટો છે. તેનુ ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગ પુરો પાડે છે. મેમણ જમાત દ્વારા ઉપસ્થિત રહેલા મહેમાનોને શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યા હતા. સાથોસાથ દસ્તાવેજ કરી આપનાર સિંહ ફાળો આપનાર સવજીભાઈ ડાભીને શીલ્ડ - મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ઘોઘા મેમણ જમાત દ્વારા યોજાયેલ હિન્દુ મુસ્લીમ એકતા સમારોહ દેશ, ગુજરાત રાજ્ય અને ભાવનગર શહેર જીલ્લાના તથા રાષ્ટ્રના દરેક ગામો માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.
આ કાર્યક્રમમાં ભાવનગરના ઉદ્યોગપતી હાજી યુનુસભાઈ નુર, ઘોઘાના નાયબ મામલતદાર દિલીપભાઈ જોષી, ઘોઘા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ મુકેશભાઈ વેગડ, સાજીદભાઈ મકાણી (સુરત) કોળી સમાજનાં પ્રમુખ ધનજીભાઈ વેગડ, ઘોઘા કસબાના જમાતનાં પ્રમુખ વહાબભાઈ શેખ, ઉસ્માનગની હમીદાણી, રજાકમીયા બાપુ કાદરી (ભાવનગરવાળા), મેમણ મસ્જીદ તથા ખોખરી મસ્જીદનાં પેશ ઈમામ સાહેબો તેમજ ઘોઘાના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની આભાર વિધી ઘોઘા મેમણ જમાતનાં પ્રમુખ રજાકભાઈ ભરૂચવાલા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સાજીદભાઈ મકાણી (સુરત) અને જાફરભાઈ ભરૂચવાલાએ સારી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન અફઝલભાઈ પોપટીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech