હિંડનબર્ગે ટ્વિટરના પૂર્વ CEOની કંપની પર બોંબ ફોડ્યો

  • March 24, 2023 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્વિટરના ભૂતપૂર્વ ચીફ જેક ડોર્સીનો કંપ્ની બ્લોક પર હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને કારણે કંપ્ની ટુંક સમયમાં શેરબજારમાં લગભગ 80 હજાર કરોડ રૂપિયા એટલે કે 9 થી 10 અબજ ડોલરનું નુકસાન કરી શકે છે. કંપ્નીના શેરમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કંપ્નીનું માર્કેટ કેપ 40 બિલિયન ડોલરની નીચે આવી ગયું છે. હિન્ડેનબર્ગે કંપ્ની પર આરોપ મૂક્યો છે કે તે તેના યુઝર્સની સંખ્યાને વધારીને દશર્વિાઈ છે અને તેની એપ્લિકેશનમાં ઘણી ખામીઓ છે.


ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર બ્લોક ઈન્કના શેર 20 ટકાથી વધુ નીચે સુધી સરક્યા હતાઅને કંપ્નીનો શેર 58 ડોલરના સ્તરે પર થોડા રિકવર થી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન કંપ્નીનો શેર 22 ટકાથી વધુ ઘટીને 56.50 થયો હતો. હિન્ડેનબર્ગ રિપોર્ટ પછી કંપ્નીનો સ્ટોક 60 પર ખુલ્યો હતો. કંપ્નીનો શેર એક દિવસ અગાઉ 72.65 પર બંધ થયો હતો.શેરમાં ઘટાડાને કારણે બ્લોક ઇન્કના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો છે. એક દિવસ પહેલા કંપ્નીનું માર્કેટ કેપ 47 બિલિયનની નજીક હતું. જે બિઝનેસ સેશન દરમિયાન 37 બિલિયનની નજીક આવી ગયું છે. મતલબ કે થોડી જ મિનિટોમાં કંપ્નીના માર્કેટ કેપમાંથી 9 થી 10 અબજ ડોલર એટલે કે લગભગ 80 હજાર કરોડ રૂપિયાનો નાશ થયો છે. બ્લોક જેવી કંપ્ની માટે આટલી મોટી રકમ ડૂબવી એ મોટી વાત માનવામાં આવે છે.


હિંડનબર્ગ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું છે. જેની અસર લગભગ એક મહિના સુધી જોવા મળી હતી. લગભગ એક મહિનામાં અદાણી ગ્રૂપ્ની માર્કેટ કેપમાં 150 બિલિયનનો ઘટાડો થયો છે. હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો હતો કે અદાણીએ ઈતિહાસની સૌથી મોટી કોર્પોરેટ છેતરપિંડી કરી છે. શોર્ટ સેલરે પોતાના આરોપમાં કહ્યું હતું કે અદાણીએ શેલ કંપ્નીઓની મદદથી શેર વધાયર્િ હતા અને અનેક પ્રકારની એકાઉન્ટિંગ છેતરપિંડી પણ કરી હતી.

છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં હલચલ મચી ગઈ છે. આનું મુખ્ય કારણ દેશના દિગ્ગજ અબજોપતિ ગૌતમ અદાણીના શેરમાં બોલેલો કડાકો છે જેમના પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ બાદથી અત્યાર સુધીમાં ગૌતમ અદાણી ગ્રુપ્ના શેરમાં 50-70 ટકાનો ઘટાડો જોવા મળ્યોહતો. હિંડનબર્ગ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપ્ને 120 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. અહેવાલ બહાર પાડતા પહેલા હિંડનબર્ગે અદાણી જૂથના ઘણા શેર્સમાં શોર્ટ પોઝિશન લીધી હતી. એટલે કે શોર્ટ સેલિંગ કરવામાં આવ્યું હતું. આ મામલો તપાસ માંગી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application