રાજય સરકાર દ્રારા ગઈકાલે ૨૫ આઈપીએસ ઓફિસરની કરાયેલી બદલીઓમાં રાજકોટ જિલ્લ ા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની અમદાવાદ એડી. સીપી તરીકે ટ્રાન્સફર થઈ છે. તેમના સ્થાને રાજકોટ રૂરલના નવા એસપી પદે અમરેલી જિલ્લ ાના એસપી હિમકરસિંહને મુકવામાં આવ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ ટ્રાન્સફર બાદ વેઈટીંગ ફોર પોષ્ટ્રીંગમાં રહેલા રાજકોટના પુર્વ એડી. સીપી વિધિ ચૌધરી તથા ડીસીપી સુધીરકુમાર દેસાઈનો પણ આ બદલીમાં પોષ્ટ્રીંગ પામવામાં ચાન્સ લાગ્યો છે. બન્નેને અમદાવાદમાં નિમણુકં અપાઈ છે. રાજકોટ એસપી રાઠોડને પ્રમોશન મળી ગયું હતું અને ગમે ત્યારે ટ્રાન્સફર થશેની વાતો હતી તેમનો હવે નંબર આવ્યો અને અમદાવાદ સેકટર–૨ના એડીશ્નલ પોલીસ કમિશનર તરીકે બદલી થઈ છે. તેમના સ્થાને અમરેલી એસપી હિમકરસિંહ મુકાયા છે. અન્ય અધિકારીઓમાં રાજકોટ સીટીના જ પુર્વ ઓફિસર્સ વિધિ ચૌધરીને અમદાવાદ સ્પે. બ્રાંચ એડી. સીપી સાથે એડીમીનના વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. ડીસીપી સુધીરકુમાર દેસાઈને આઈબીના એસપી ગાંધીનગર ખાતે પોષ્ટ્રીંગ મળ્યું છે. પિમ રેલવે અમદાવાદના એસપી બલરામ મીણાની અમદાવાદ ડીસીપી ઝોન–૨ તરીકે મુકાયા છે.
એસીબીના રાયના ઈન્ચાર્જ વડા અમરેસસિંઘને અન્ય એક ચાર્જ લોરાજકોટ રૂરલના એસપી એન્ડ ઓર્ડરમાંથી મુકિત અપાઈ છે. સીઆઈડી ક્રાઈમના એડીજીપી ડો. રાજકુમાર પાંડીયનને તાજેતરમાં ચર્ચાસ્પદ કારણોને લઈને કદાચીત ટ્રાન્સફર કરીને લો એન્ડ ઓર્ડરના એડીજીપી બનાવાયા હોવાની ચર્ચા છે. ૨૫ આઈપીએસ ઓફિસર્સની બદલીની અસર સૌરાષ્ટ્ર્રને ખાસ થઈ નથી માત્ર ત્રણ અધિકારી રાજકોટ એસપી રાઠોડની અમદાવાદ બદલી થતાં તેમના સ્થાને અમરેલી એસપી ને અમરેલીના નવા એસપી તરીકે ગાંધીનગર સીઆઈડી ઈકો ઓફેસન્સ એસપી સંજય ખરાતનું પોષ્ટ્રીંગ થયું છે.
અન્ય ૨૨ આઈપીએસ ઓફિસર્સમાં પાંડીયન, અજયકુમાર ચૌધરી, એમ.એલ.નિનામા, વિધિ ચૌધરી, ડો. લીના પાટીલ, ડો. સુધીર દેસાઈ, બલરામ મીણા, ઉષા રાડા, ડો. રવિન્દ્ર પટેલ, શ્રીપાલ શેષમાં, વિકાસ સુંદા કે જેઓ વેઈટીંગ ફોર પોષ્ટ્રીંગમાં હતા અને કચ્છ ભુજ પિમ એસપી બનાવાયા છે. હિમાંશુ વર્મા, આલોકકુમાર, અભિષેક ગુા, નિધી ઠાકુર, એન.એે.મુનીયા, વસંતકુમાર નાથી, ભરતકુમાર રાઠોડ, ભકિત ડાભી, મેઘા તેવર તથા કોમલ વ્યાસની બદલીઓ થઈ છે. હજી અન્ય એક રાઉન્ડ થોડા સમયમાં આવનારો હોવાનું અને જે સૌરાષ્ટ્ર્રના વર્તમાન અધિકારીઓના અસરકર્તા હશેની પોલીસ બેડામાંથી વાત જાણવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech