સમગ્ર વિશ્વ માટે ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે કે હિમાલયના ગ્લેશિયર્સ બહત્પ ઝડપથી પીગળી રહ્યા છે.ઈસરોએ ગ્લેશિયર્સની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ૬૦૦ થી વધુ હિમનદી તળાવોનું કદ બમણું થયું છે. તે ૬૭૬ સરોવરોમાંથી, ૧૩૦ સરોવરો ભારતમાં સ્થિત છે, જેમાંથી ૬૫ સિંધુ, ૭ ગંગા અને ૫૮ બ્રહ્મપુત્રા નદીના તટપ્રદેશમાં સ્થિત છે.જો બરફીલા પહાડોનો ઉલ્લેખ હોય, તો પહેલું નામ જે મનમાં આવે છે તે હિમાલય છે. પુષ્કળ બરફની સાથે સાથે અહીં ઘણા ગ્લેશિયર પણ છે. જોકે, આ ગ્લેશિયર્સને લઈને ઈસરો દ્રારા કરવામાં આવેલો દાવો ઘણો ચિંતાજનક છે. વાસ્તવમાં ઈસરો ઉપગ્રહો દ્રારા જૂના અને નવા તળાવો પર નજર રાખે છે. ઈસરોએ આ મોનિટરિંગ દરમિયાન કેટલીક તસવીરો શેર કરી છે. જે મુજબ ભારતના ભાગોમાં હિમનદી સરોવરો નોંધપાત્ર રીતે વધી રહ્યા હોવાનું જણાય છે.ઈસરો એ ૧૯૮૪ થી ૨૦૨૩ દરમિયાન ભારતના હિમાલય વિસ્તારમાં હિમાલયના સરોવરોની સેટેલાઇટ તસવીરો શેર કરી છે. જેમાં તળાવોના આકારમાં ફેરફાર સ્પષ્ટ્રપણે જોઈ શકાય છે.
૬૦૦થી વધુ તળાવોનું કદ વધી ગયું
ઈસરોએ દાવો કર્યેા હતો કે જે ૬૭૬ સરોવરોનું કદ વધ્યું છે, તેમાંથી ૬૦૧ તળાવોનું કદ બમણું થઈ ગયું છે. તે ૬૭૬ સરોવરોમાંથી, ૧૩૦ સરોવરો ભારતમાં સ્થિત છે, જેમાંથી ૬૫ સિંધુ, ૭ ગંગા અને ૫૮ બ્રહ્મપુત્રા નદીના તટપ્રદેશમાં સ્થિત છે. આ તમામ તળાવોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.જેમાં મોરેન ડેમ્ડ એટલે કે પાણીની ફરતે કાટમાળની દિવાલ, બરફ બધં એટલે કે પાણીની ફરતે બરફની દિવાલ, ધોવાણ એટલે કે માટીના ધોવાણ અને અન્ય હિમનદી સરોવરોના કારણે બનેલા ખાડામાં ગ્લેશિયરનું પાણી જમા થયેલું છે. તેમના નામો અનુસાર, મોરેન ડેમવાળા તળાવો સૌથી વધુ વિસ્તર્યા છે. ડેટા પર નજર કરીએ તો, તે ૬૭૬ તળાવોમાંથી, ૩૦૭ મોરેન ડેમ, ૨૬૫ ધોવાણ અને ૮ બરફ ડેમવાળા હિમનદી તળાવો છે
હિમનદી પીગળવાથી શું નુકસાન થાય?
યારે ગ્લેશિયલ બરફ ઝડપથી પીગળે છે, ત્યારે પર્વત પર યાં પણ પાણી એકઠું થાય છે ત્યાં તે વધુ ને વધુ એકઠું થવા લાગે છે. જેના કારણે હિમનદી તળાવ બને છે. યારે આ સરોવરોનું કદ વધે છે, ત્યારે હિમનદી તળાવ ફાટવાનું જોખમ વધે છે. જેના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનનો ભય રહે છે. કેદારનાથ અને ચમોલી અકસ્માતો આ ગ્લેશિયલ લેક ફાટફસ્ટ પૂરના કારણે થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech