યુવતીઓમાં આપઘાતનું પ્રમાણ વધું, હોર્મેાન્સ અસંતુલન કારણ

  • August 30, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્તમાન સમયમાં આપઘાતનું પ્રમાણ વધતું જાય છે ખાસ કરીને યુવાનોમાં આનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળે છે. એટલા માટે આત્મહત્યાનું પ્રમાણ ઓછું થાય અને તેને અટકાવવાના પગલાં લઈ શકાય અને હતાશા અને આત્મહત્યા વૃત્તિ વચ્ચે શુ સંબધં છે એ જાણવા મનોવિજ્ઞાન ભવનની વિધાર્થીની દોશી કિન્નરીએ હતાશા અને આત્મહત્યા વૃત્તિની પ્રશ્નાવલી પધ્ધતિનો ઉપયોગ કરીને અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય કયુ છે જેનું પરિણામ આ પ્રમાણે આવેલ છે.
યુવકો અને યુવતીઓની તુલના કરતા યુવકો કરતા યુવતીઓમાં હતાશા વધુ જોવા મળી. મળેલા તારણનું આંકડાકીય વિશ્લેષણ કરતા જણાયું કે યુવતીઓ યુવકોની તુલનાએ હતાશા વધુ અનુભવે છે. યુવાવસ્થા દરમિયાન આંતરક્રાવીય બદલાવો કેટલીક યુવતીઓમાં ડિપ્રેશનનું જોખમ વધારી શકે છે. યુવકોની તુલનામાં યુવતીઓમાં થતા શારીરિક, સામાજિક, માનસિક પરિવર્તનો તેને હતાશાની શિકાર બનાવે છે. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ચિંતા, તણાવ, માસિક ધર્મ સમયે થતા બદલાવ, આંતરિક સંઘર્ષ તેને હતાશા તરફ દોરી જાય છે.
આ હતાશા યુવતીઓને ઘણી વખત આત્મહત્યા વૃત્તિ તરફ પણ લઈ જાય છે. જે પણ પ્રસ્તુત સંશોધનમાં જોવા મળ્યું. પ્રસ્તુત સંશોધનમાં યુવકોની તુલનાએ આત્મહત્યા વૃત્તિનું પ્રમાણ પણ યુવતીઓમાં વધુ જોવા મળ્યું. એક રીતે જોઈએ તો હતાશા અને આત્મહત્યા વૃત્તિ બન્ને એક સિક્કાની બે બાજુ છે. વિવિધ પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓને કારણે આત્મહત્યા વૃત્તિ યુવતીઓમાં વધુ જોવા મળી રહી છે

પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર
પૂરતી ઉઘ લો
દરરોજ સૂર્યપ્રકાશમાં બેસો
બહાર ફરવા જાઓ
ધ્યાન કરો અને યોગ કરો
સ્વસ્થ આહાર લો
નિયમિત વ્યાયામ કરો
પરિવાર અને મિત્રના સંપર્કમાં રહો
બાળકો અથવા પાળતુ પ્રાણી સાથે રમો
હકારાત્મક વસ્તુઓ વાંચો અને અન્ય સાથે શેર કરો
જો હતાશા અનુભવો, તો કોઈની મદદ લો
તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો
ઉદાસ ગીતો સાંભળશો નહીં
લાગણીઓને હૃદયમાં રાખવાનો બદલે વિશ્વાસુ વ્યકિત અથવા મનોચિકિત્સક સાથે શેર કરો.
વિટામિન ડી અને બીની ઉણપથી ન થવા દો

યુવતીઓમાં હતાશા અને આત્મહત્યાનાં કારણો
હોર્મેાનલ અસંતુલન
ગર્ભાવસ્થા
વારસાગત વિકૃતિઓ
શારીરિક અને હોર્મેાનલ ફેરફારો
આર્થિક પરિસ્થિતિ
કાર્યસ્થળે નકારાત્મક વાતાવરણ
માસિક સમયે હોર્મેાનના સ્તરમાં ફેરફાર
સમગ્ર દિવસ દરમિયાન અને ખાસ કરીને સવારે ઉદાસી
લગભગ દરરોજ થાક અને નબળાઈ અનુભવો
દોષિત લાગણી
ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિર્ણય લેવામાં મુશ્કેલી
લગભગ દરરોજ ખૂબ વધુ અથવા ખૂબ ઓછી ઐંઘ
બધી પ્રવૃત્તિઓમાં નીરસતા
વારંવાર મૃત્યુ અથવા આત્મહત્યાના વિચારો આવે છે
બેચેની અથવા આળસની લાગણી
અચાનક વજનમાં વધારો અથવા ઘટાડો
વ્યાવસાયિક જીવન લગભગ સમા
જાતીય ઇચ્છા ગુમાવવી
પોતાને નુકસાન અથવા આત્મહત્યા કરવાનો પ્રયાસ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application