રાજકોટ જિ. પં.માં રહેમરાહે નોકરીમાં રાખેલા પાંચ કર્મચારીઓની તરફેણમાં હાઇકોર્ટનો ચુકાદો

  • January 04, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતમાં રહેમરાહે માસિક પિયા ૧,૫૦૦ થી ૨,૫૦૦ માં નોકરી કરતા પાંચ કર્મચારીઓને નિમણૂકની તારીખથી એટલે કે ૨૦૦૪ થી પુરા પગાર સાથે નોકરીમાં ગણવાનો આદેશ હાઇકોર્ટે કરતા સરકારે વડી અદાલતના ચુકાદાની અમલવારી માટે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને હત્પકમ કર્યેા હોવાનું જાણવા મળે છે.
પટાવાળા અને જુનિયર કલાર્ક વહીવટી સંવર્ગની ખાલી જગ્યા પર માસિક . ૧,૫૦૦ થી ૨૫૦૦ સુધીના પગારમાં તદ્દન હંગામી એડહોક ધોરણે ફરજ બજાવતા આ કર્મચારીઓએ હાઇકોર્ટમાં રીટ કરી હતી અને હાઇકોર્ટમાં તે મંજૂર રહી છે. અદાલતે આ તમામ પાંચ કર્મચારીઓને નિમણૂક ની તારીખથી મૂળ પગાર ચૂકવવા અને અન્ય લાભો આપવા માટે આદેશ કર્યેા છે.
જે પાંચ કર્મચારીઓને આ લાભ મળવાનો છે તેમાં તાલુકા પંચાયત રાજકોટ ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા જે.જી.ત્રિવેદી, સિંચાઈ પેટા વિભાગમાં પટાવાળા તરીકે તરીકે ફરજ બજાવતા પી કે પાટણવાડીયા, મહેકમ શાખામાં જુનિયર કલાર્ક વહીવટ તરીકે ફરજ બજાવતા એમ.જી.મહેતા, ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા એન. એન. દવે અને જસદણ તાલુકા પંચાયતમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા વી. બી. માંડલીયાનો સમાવેશ
થાય છે.
હાઇકોર્ટના આ હત્પકમ પછી જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગો અને શાખાઓને આ સંબંધે સૂચના આપી પુરા પગારે નિમણૂક આપવા બાબતના હાઇકોર્ટના ચુકાદાની અમલવારી માટે સૂચના આપી છે. પીટીશનરોને મળવાપાત્ર લાભો કરતાં વધુ લાભો ન ચૂકવાઇ જાય તે માટે સાવધ રહેવા પણ અધિકારીઓને જણાવ્યું છે. પીટિશનરોને તારીખ ૧ –૧– ૨૦૨૦ થી અથવા પિટિશન દાખલ કર્યા તારીખથી ત્રણ વર્ષ પહેલાથી બંનેમાંથી જે મોડું હોય તે તારીખ ધ્યાને લઈ હાઇકોર્ટના ચુકાદા મુજબના પગાર તફાવતના એરિયસના લાભો ચૂકવવા માટે પણ જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application