હાઈફાઈ હીરાસર એરપોર્ટ વાઈફાઈ વિહોણું

  • September 02, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ હીરાસર એરપોર્ટ એટલે નામ બડે ઓર દર્શન ખોટે.. દરરોજ સવાર પડે અને પેસેન્જર્સની ફરિયાદો ઉભી થાય. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અનેક સુવિધાઓથી સ બનાવવામાં આવ્યું છતાં પણ એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વાઇફાઇ ની સુવિધા મળતી નથી. દિલ્હી,અમદાવાદ અને મુંબઈ જેવા મોટા એરપોર્ટમાં પણ પેસેન્જર્સ ને વાઇફાઇની સગવડતા સરળતાથી મળી રહે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટમાં પ્રાથમિક સુવિધાની વાતો હવામાં ઓગળી ગઈ છે તે જગજાહેર છે યારે ખૂણે ખાચરે આંગળીના ટેરવે ડિજિટલ સુવિધા મળી રહે છે ત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ટરનેટ એરરના લીધે ટર્મિનલ પર કલાકો સુધી બેસતાં પેસેન્જરરોને વાઇફાઇ ની સુવિધા ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થઈ છે.
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શ થયા તેને એક વર્ષ પૂં થઈ ગયું છે હજુ નવા ટર્મિનલ બિલ્ડીંગ પર સ્થળાંતર થવાનું મુહરત નીકળ્યું નથી ત્યારે હંગામી ધોરણે ચાલતા ટર્મિનલમાં પણ પ્રાથમિક સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે અગાઉ પણ હીરાસર એરપોર્ટ ના ટોયલેટમાં પેસેન્જરોને પાણી મળ્યું ન હતું તેનો વિડીયો વાયરલ થયો હતો અને આ ઘટનાના ઘેરા પડદા પડા હતા ત્યારબાદ પ્રથમ વરસાદે કેનોપી તૂટી ગઈ હતી અને સદનસીબે મોટી ઘટના ટળી હતી.
દરેક ટર્મિનલ પર મુસાફરી કરતા પેસેન્જરને વાઇફાઇ નો પાસવર્ડ આપવામાં આવે છે, એરપોર્ટ પર નિર્ધારિત સમય મર્યાદા માટે ફ્રી વાઇફાઇ ની સુવિધા પેસેન્જરને મળતી હોય છે. ઓછામાં ઓછો એક કલાકના ગાળા માટે પેસેન્જર ને આ સુવિધા મળે છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરી કરનારા પેસેન્જર માટે ઇન્ટરનેટની સુવિધા અનિવાર્ય હોય છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ પેસેન્જર માટે રોમિંગ હોવાના કારણે વાઇફાઇ ની પ્રાથમિક જરિયાત હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી વાઇફાઇ ને સુવિધાથી વંચિત પેસેન્જરો એ ફરિયાદ પણ કરી હતી ગઈકાલે જ એવી ઘટના બની હતી કે જેમાં ઇન્ટરનેશનલ પેસેન્જરને ઈમરજન્સી વાયફાય ન મળતા એરલાઇન્સ દ્રારા હોટસ્પોટની સુવિધા અપાતા તેનું કામ પૂં થયું હતું.
આ અંગે એરપોર્ટ ટર્મિનલના અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડા સમયથી ટેકનિકલ એરર આવી ગઈ હોવાના લીધે વ્યવસ્થિત વાઇફાઇ પેસેન્જરને મળતું નથી. આ અંગે હેડ કવાર્ટરમાં પણ રજૂઆત કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News