હિઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયેલમાં કર્યેા મિસાઇલ અને ડ્રોન હુમલો

  • April 18, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બુધવારે સાંજે ઈઝરાયલ વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હિઝબોલ્લાહે ઉત્તર ઇઝરાયેલમાં આરબ અલ–અરમશેમાં નવા લશ્કરી જાસૂસી કમાન્ડ સેન્ટર પર માર્ગદર્શિત મિસાઇલો અને વિસ્ફોટક ડ્રોન સાથે સંયુકત હત્પમલો કર્યેા હતો જેમાં ૧૪ લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન હિઝબુલ્લાહે હત્પમલાની જવાબદારી લીધી છે. આ ડ્રોન અને મિસાઈલ હુમલો અલ–અરામશે ગામ પર કરવામાં આવ્યો હતો. ઘાયલોને ગેલીલી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઈઝરાયલ પર ઈરાની હુમલા બાદથી અત્યાર સુધી વોર કેબિનેટની ૫ વખત બેઠક થઈ છે.


કેબિનેટ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ઈરાન વિદ્ધ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે ઈઝરાયલ કયારે અને કેવી રીતે બદલો લેશે. સુત્રોના જણાવ્યા મુજબ ઈઝરાયલ બદલો લેવા ઈરાન પર પ્રહાર કરશે. જો કે તેની અસર વધુ નહીં થાય. ઇઝરાયલ જે પણ કાર્યવાહી કરે છે તેના વિશે જાણ થાય એવું અમેરિકા ઈચ્છશે. જેથી ઈરાનના વળતા હત્પમલા પહેલા અમેરિકા પોતાના સંરક્ષણ માટે તૈયારી કરી શકે. અધિકારીના જણાવ્યા અનુસાર,હુમલો કરતા પહેલા અમેરિકાને જાણ કરવામાં આવશે તેની કોઈ ગેરંટી નથી. તેનું કારણ એ છે કે અમેરિકા ઈઝરાયલની કાર્યવાહી સામે વાંધો ઉઠાવી શકે છે.

વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનને ઈઝરાયલના હત્પમલાથી બચવા માટે રશિયા પાસેથી મદદ મળી શકે છે. પોસ્ટે યુએસ ઈન્ટેલિજન્સનો હવાલો આપતા કહ્યું છે કે ઈરાનના પ્રતિનિધિઓએ તાજેતરમાં રશિયામાં હથિયારોની ફેકટરીની મુલાકાત લીધી હતી. તે જ સમયે, રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્ર્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે વાત કરી છે. તેમણે બંને પક્ષોને આ મામલાને આગળ ન વધારવાની અપીલ કરી છે.

ઈઝરાયલ પર હુમલા બાદ અમેરિકા ઈરાન પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન વોશિંગ્ટનમાં આઈએમએફ કોન્ફરન્સ પછી નવા પ્રતિબંધોની જાહેરાત કરશે. તે અન્ય દેશોને પણ આ પ્રતિબંધો લાગુ કરવા અપીલ કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application