રાજકોટ એસઓજીની ટીમે કુવાડવા રોડ પર ડી માર્ટ પાસેથી નોનવેજના ધંધાર્થી અને રાજસ્થાની શખસને રૂપિયા ૧૮.૧૪ લાખના ૩૬૨.૯૫ ગ્રામ હેરોઇન સાથે ઝડપી લીધો હતો.રાજકોટમાં હેરોઇનનો આટલા મોટા પ્રમાણમાં જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે. પોલીસે આ બંને શખસો પાસેથી હેરોઈનનો આ જથ્થો અને રોકડ રકમ સહિત . ૧૮.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. રાજકોટમાં કૃષ્ણપરામાં રહેતા નોનવેજના ધંધાર્થીએ હેરોઇન રાજસ્થાનના શખસ પાસેથી મંગાવ્યું હતું હાલમાં ઝડપાયેલો આ રાજસ્થાની શખસ માલ આપવા આવ્યો હતો. પોલીસની તપાસમાં નોનવેજનો ધંધાર્થીએ ત્રણ માસમાં આ બીજી વખત માદક પદાર્થનો જથ્થો મંગાવ્યો હતો ત્યારે આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
રાયમાં ગુનાખોરીના આંકડાઓ તાજેતરમાં જ રાય પોલીસવડા વિકાસ સહાય દ્રારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના ગુનાઓમાં ઘટાડો થયો છે પરંતુ માદક પદાર્થના કેસમાં વધારો થયો છે ત્યારે માદક પદાર્થની હેરફેર અને તેના સેવનને અટકાવવા માટે તે શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના અને ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બીબી બસીયાની રાહબરી હેઠળ પોલીસ દ્રારા માદક પદાર્થની હેરફેર વિદ્ધ કડક કાર્યવાહી કરવા સતત તપાસ ચલાવવામાં આવી રહી છે.
એસોજીના ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. કામળિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે રાજકોટ કુવાડવા રોડ પર ડી માર્ટ આગળ મેલડી મા ની મોજ ઓટો ગેરેજ પાસેથી જાહેર રોડ પરથી બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. બાદમાં તેમની અગં ઝડતી લેતા એક શખસના જીન્સના પેન્ટના ખિસ્સામાંથી પિયા ૧૮,૧૪,૭૫૦ ની કિંમતનો ૩૯૨.૯૫ ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તાકીદે બંનેની અટકાયત કરી હતી.
આ બંને શખસોની પૂછતાછ કરતા તેમના નામ ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ (ઉ.વ ૨૫ રહે. કૃષ્ણનગર શેરી નંબર ૧૨ નો ખૂણો, પરાબજાર મેઇન રોડ, રાજકોટ) અને રાજમલ રકમા મીણા (ઉ.વ ૨૩ રહે. બોરીગામ, શિવાંગપુરા જી. પ્રતાપગઢ, રાજસ્થાન) હોવાનું માલૂમ પડું હતું. પોલીસે આ શખસો પાસેથી હેરોઈનનો આ જથ્થો, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ પિયા ૧૮,૨૯,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આરોપી ફૈઝલ અહીં નોનવેજનો ધંધાર્થી છે તેણે હેરોઈનનો આ જથ્થો રાજસ્થાનના શખસ પાસેથી મંગાવ્યો હતો અને અન્ય ઝડપાયેલ આરોપી રાજમલ અહીં આ હિરોઈનનો જથ્થો સપ્લાય કરવા માટે આવ્યો હતો. આરોપી ફૈઝલે ત્રણ મહિનામાં આ બીજી વખત હેરોઇનનો જથ્થો મંગાવ્યો હોવાનું અને તે હિરોઈનના આ જથ્થામાંથી પડીકી બનાવી પિયા ૫૦૦માં બંધાણીઓને વેચતો હોવાનું માલુમ પડું છે. પોલીસે રાજસ્થાનના સપ્લાયરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech