કેદારનાથથી કાશ્મીર સુધી જોરદાર હિમવર્ષા

  • October 18, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાચલ પ્રદેશથી લઈને જમ્મુ અને કાશ્મીર સુધી હિમવર્ષા જોવા મળી છે. હિમવર્ષા બાદ ખૂબ જ સુંદર નજારા જોવા મળી રહ્યા છે. પર્યટકો બરફવર્ષાનો ભરપૂર આનદં લઈ રહ્યા છે. આ તસવીર હિમાચલ પ્રદેશના મનાલીની છે, યાં ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા થયા બાદ ફરવા આવતા પ્રવાસીઓના ઉત્સાહમાં વધારો થયો છે. સોમવારે કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ હતી. બરફ પડા બાદ કેદારનાથ ધામનું તાપમાન માઈનસ ચાર ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.


હિમાચલ પ્રદેશથી લઈને જમ્મુ અને કાશ્મીર સુધી હિમવર્ષા જોવા મળી છે. હિમવર્ષા બાદ ખૂબ જ સુંદર નજારા જોવા મળી રહ્યા છે. પર્યટકો બરફવર્ષાનો ભરપૂર આનદં લઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા થયા બાદ ફરવા આવતા પ્રવાસીઓના ઉત્સાહમાં વધારો થયો છે. કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ હતી. બરફ પડા બાદ કેદારનાથ ધામનું તાપમાન માઈનસ ચાર ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ભકતોએ કડકડતી ઠંડીમાં બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. હાલમાં ચારધામ યાત્રા ચાલુ હોવાથી ભકતોની ભીડ જોવા મળે છે.
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ, કુલ્લુ, કાંગડા, કિન્નૌર, ચંબા અને સિરમૌરના ઘણા ભાગોમાં પણ આ વખત ઠંડીની સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી.

આ ઉપરાંત જમ્મુ–કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી રહી છે, જેનો પ્રવાસીઓ ભરપૂર આનદં માણી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરીને ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી હતી. ઉત્તરાખંડમાં ઠંડીની શઆત થઈ છે. હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામમાં બે ઈંચ જેટલા બરફના થર જોવા મળ્યા હતા. બદ્રી વિશાલના દર્શન માટે આવતા ભકતોનો ઉત્સાહ ઓછો થયો નથી. પહાડો બરફની સફેદ ચાદરમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. બદ્રીનાથ ધામનો સુંદર નજારો જોવા મળ્યો હતો




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application