અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી: ૩૦૦થી વધુના મોત

  • May 13, 2024 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓમાન, દુબઈ બાદ વધુ એક મુસ્લિમ દેશ અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી તબાહી મચી છે. તાલિબાન શાસિત દેશમાં ભારે વરસાદ બાદ આવેલા વિનાશકારી પૂરે ચોતરફ વિનાશ વેર્યેા છે. ઉત્તરી પ્રાંત બાઘલાનમાં પૂરના કારણે ૧૦૦૦થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા તો અનેક વિસ્તારોમાં લેશ લડના કારણે લોકોના મકાનોમાં કાદવનું સામ્રાય જોવા મળી રહ્યું છે. કુદરતના કહેર સામે અત્યાર સુધી ૩૦૦થી વધારે લોકોના મોત થયા છે. તો અનેક લોકો લાપતા છે.

અફઘાનિસ્તાનમાં કબ્કેલા અતિ ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવી ગયું. જેના કારણે બગલાન પ્રાંતમાં ભારે તારાજી જોવા મળી. અચાનક ભારે વરસાદના કારણે અફઘાનિસ્તાનના રસ્તાઓ પર નદીઓ નહીં પરંતુ સમુદ્ર વહેવા લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
બગલાન પ્રાંતમાં પાણીની સાથે સાથે લોકોના ઘરમાં મોટા પ્રમાણમાં કાદવ–કીચડ ભરાઈ ગયો હતો આથી બચાવ કાર્ય હાથ ધરવામાં પણ બાધા આવી રહી છે.
આકાશમાંથી આફતપી વરસાદ પડતાં અફઘાનિસ્તાનમાં લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. વિનાશકારી પૂરના કારણે અત્યાર સુધીમાં ૩૦૦થી વધારે લોકોના મોત થયા છે. યારે ૧૦૦૦થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા છે.એક અઠવાડિયા પહેલાં આવેલા વરસાદે પણ લોકોને મોટું નુકસાન પહોંચાડું હતું... ત્યારે ફરી એકવાર કુદરતના કહેર સામે અફઘાનિસ્તાનમાં લોકો લાચાર બની ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application