હૃદયરોગને અટકાવવા પહેલ : રાજકોટમાં 1400 પોલીસ કર્મીઓએ મેળવી CPRની તાલીમ

  • June 11, 2023 07:08 PM 

 અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં આજરોજ પી.ડી.યુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ ખાતે સી.પી.આર. “કાર્ડીઓ પલ્મોનરી રીસર્સીટેશન” તાલીમ કેમ્પ સવારે ૯.૩૦ કલાકથી સાંજે ૫ કલાક સુધી યોજાયો હતો, જેનું આયોજન ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. 
​​​​​​​

આ સી.પી.આર. કેમ્પમાં આશરે ૧૪૦૦ પોલીસ જવાનોને તાલીમ અપાઈ હતી.  આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડીત વ્યક્તિના જીવ બચાવવાની પ્રાથમિક સારવાર ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ દ્વારા 
પોલીસ સ્ટાફને સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. તેમજ પોલીસના જવાનો ‘અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક' કરતો મહાસંકલ્પ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application