સરિતા શોપિંગ સેન્ટર મામલે હાઇકોર્ટમાં આવતા સપ્તાહે હીયરિંગ

  • November 29, 2023 06:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટરોડ પરના સરિતા શોપિંગ સેન્ટરની દુકાનો અંગે ગત સપ્તાહે હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકાની તરફેણમાં થયેલા આદેશન પગલે મ્યુ. ના ટાઉનપ્લાનિંગ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા દુકાનોના આસામીઓને બાંધકામ દૂર કરવા અપાયેલી નોટીસની મુદત પૂર્ણ થાય તે પૂર્વે જ આસામીઓએ પુનઃ હાઇકોર્ટની દાદ માંગતા ગઈકાલે વધુ એક મુદત પડતા હવે આવતા સપ્તાહે હીયરિંગ હાથ ધરાનાર હોવાનું મ્યુ.તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.


શહેરના રાજકોટ રોડ પર આવેલા સરીતા શોપિંગ સેન્ટરની ૪૪દુકાનો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી દુકાનધારકોને નોટીસ ફટકરવામાં આવી હતી. જેને લઈ દુકાનદારોએ હાઇકોર્ટની દાદ માંગી હતી. જોકે કોર્ટે મહાપાલિકા તંત્રની તરફેણમાં નિર્ણય જાહેર કરતા મ્યુ. ના ટાઉનપ્લાનિંગ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા તમામ ૪૪ દુકાનધારકોને બાંધકામ દૂર કરવા નવેસરથી ફટકારાયેલી નોટીસની મુદત પૂર્ણ થતા તમામ ૪૪દુકાનોના ધારકોએ પુનઃ હાઇકોર્ટની દાદ માંગી હતી.જેમાં ગઈકાલે હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવેલા પૂર્વે જ હાઇકોર્ટ દ્વારા આગામી તારીખ ૬-૧-૨૦૨૩ના રોજ હીયરિંગ માટે નિયત કરવામાં આવી હોવાનું મહાપાલિકાના ટાઉનપ્લાનિંગ ડેવલપમેન્ટ વિભાગના અધિકારી વાઢવાણીયાએ જણાવી આવતા સપ્તાહે થનારા હીયરિંગ બાદ શોપિંગ સેન્ટરની ૪૪દુકાનો અંગેની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application