રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદભવનનું ઉદઘાટન કરાવવાની માંગ કરતી અરજી પર આજે SCમાં સુનાવણી

  • May 25, 2023 11:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. કોર્ટમાં દાખલ કરાયેલ પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. જેની સુનાવણી આજે એટલે કે શુક્રવારે થશે.


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  દ્વારા શુક્રવારે 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા નિર્દેશ માંગતી PIL પર સુનાવણી કરાશે. સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને પીઆઈએલ દાખલ કરતા કહ્યું કે, ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારત સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આમ કરીને બંધારણનું સન્માન કરવામાં આવી રહ્યું નથી.


વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની કરી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવી સંસદનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ સહિત 19 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે પીએમને બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. કોંગ્રેસે કહ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા જ કરવું જોઈએ. મુર્મુ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય શિષ્ટાચાર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે.


મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. કોર્ટમાં દાખલ કરાયેલ પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application