રાજવી પરિવારની જમીનના મામલે કલેકટર સમક્ષ સુનાવણી

  • May 10, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



માંધાતાસિહ જાડેજાએ તેની ત્રણ બહેનો અને ડેપ્યુટી કલેકટર, મામલતદાર સામે કરેલા કેસનું હિયરિંગ: વર્ષેા જૂનો કેસ બોર્ડ પર આવ્યો




રાજવી પરિવારની માધાપર અને સરધારમાં આવેલી કરોડ પિયાની કીમતી જમીનના મામલે વર્ષેાથી ચાલતા વિવાદમાં આખરે આ કેસ આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના રેવન્યુ બોર્ડમાં મુકાયો છે અને આ અંગેનું હિયરિંગ ચાલી રહ્યું છે.



માધાપરના સર્વે નંબર ૧૧૧ ૩ ૧ અને સરધારના સર્વે નંબર ૧ ની જમીનના આ વિવાદની વિગત એવી છે કે રાજવી પરિવારને લગતા આ કેસની બહાર આવતી વિગતો મુજબ સરકારે આ પરિવારને જે જમીન એગ્રિકલ્ચર લેન્ડ સિલીંગ અંતર્ગત ફાળવી હતી તેમાંથી માંધાતાસિંહ જાડેજાએ તેમની બહેનો અંબાલિકાદેવી, શાંતિદેવી, માનકુંવરીબાના નામ હકપત્રકમાંથી કમી કરવા માટે અરજી કરી હતી અને આ અરજીમાં એવી વિગતો જણાવી હતી કે, તેમની બહેનોએ આ જમીન પરથી પોતાનો હક જતો કર્યેા છે.



આ કેસમાં અંબાલિકાદેવીએ હકપત્રકમાં નોંધ સામે વાંધો દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે, અમે અમારો કોઈ હક જતો કર્યેા નથી અને તેથી હકપત્રકમાંથી અમારા નામની બાદબાકી ન થવી જોઈએ. અમે આવા દાવા જતા કર્યા છે તેવી મતલબના જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તે સાચા નથી. મનોહરસિંહજી જાડેજાએ પણ જે વીલ કર્યું હોવાનું કહેવાય છે તે સાચું નથી.


જે તે વખતના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે બન્ને પક્ષકારોને સાંભળીને હકપત્રકમાં અંબાલિકાદેવી સહિતનાઓની નોંધ યથાવત રાખવા અને આ સંદર્ભે સિવિલ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેનો જે ચૂકાદો આવે તે બંધનકર્તા રહેશે તેવો આદેશ કર્યેા હતો.
તત્કાલીન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના ચૂકાદા સામે માંધાતાસિંહે વાંધો ઉઠાવ્યો છે અને આ અંગેનો કેસ આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના રેવન્યુ અપીલ બોર્ડમાં સુનાવણી માટે આવ્યો છે.
કલેકટર રેવન્યુ અપીલ બોર્ડમાં આજે ૫૮ કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો સવારના સત્રમાં ૩૦ અને બપોરે ૨૮ કેસમા સુનવણી હાથ ધરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application