ભારવાડા ગામે હેલીકોપ્ટરમાં આવી જાન

  • November 27, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં લગ્નગાળાની સીઝન ચાલી રહી છે અને ઠેર ઠેર આર્યસમાજ વિધિથી સામાન્ય લગ્નથી માંડીને રોયલ મેરેજના આયોજન પણ થઇ રહ્યા છે અને મુખ્યત્વે વરરાજાની જાન કારમાં આવે છે ત્યારે નજીકના જામખીરસરા ગામેથી એક મહેર યુવાનની જાન પોરબંદરના ભારવાડા ગામે હેલિકોપ્ટરમાં આવી હતી અને જામખીરસરા ખાતે જાન પરત ફરી ત્યારે હાથીની અંબાડી ઉપર સવારી પણ નીકળી હતી. 
જામખીરસરા ગામે એગ્રોનો વ્યવસાય કરતા સવદાસભાઇ નાગાભાઇ મોઢવાડીયા અને દિવ્યાબેનના પુત્ર પારસના લગ્ન પોરબંદરના ભારવાડા ગામે રહેતા જયમલભાઇ મુ‚ભાઇ ખુંટી અને રેખાબેનની પુત્રી મિનલ સાથે યોજાયા હતા જેમાં વરરાજા પારસની જાન હેલિકોપ્ટરમાં આવી હતી અને ભારવાડા ખાતે વાડીમાં બનાવેલ હેલીપેડમાં જ્યારે હેલીકોપ્ટર લેન્ડ થયુ ત્યારે મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા માટે ઉમટી પડયા હતા.  વરરાજાના પિતા  સવદાસભાઇ મોઢવાડીયા એગ્રો સહિતના સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમણે એવુ જણાવ્યુ હતુ કે પારસના માતા દિવ્યાબેન અને બહેનોની એવી વર્ષોથી ઇચ્છા હતી કે પારસની જાન જ્યારે જોડવી ત્યારે હેલિકોપ્ટરમાંજ જોડવી છે તેથી અંદાજે ‚પિયા ૧૧ લાખ જેવુ ભાડુ આપવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. પારસની જાન જામખીરસરા ગામે પરત ગઇ ત્યારે ત્યાં હાથીની અંબાડી પર તેની સવારી નીકળી હતી અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ત્યાં પણ જોડાયા હતા.
લગ્નમાં મામે‚ અશોકભાઇ ભુરાભાઇ કારાવદરા પરિવાર તરફથી  કરવામાં આવ્યુ હતુ તથા આ લગ્નમાં રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ ખાસ હાજરી આપી હતી. તથા નવદંપતીને સુખી લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application