પહેલા સાબિત કરવું પડશે કે માનસિક સ્થિતિ સારી નથી, છૂટાછેડા માટે દાખલ કરેલી અપીલને હાઈકોર્ટે ફગાવી

  • September 03, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અલ્હાબાદ હાઈકોર્ટે ગઈકાલે પતિ દ્વારા માનશીક બીમારીના કારણે છૂટાછેડા માટે દાખલ કરેલી અપીલને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે અપીલકર્તાએ સાબિત કરવું પડશે કે તેની પત્ની માનસિક બીમારીથી પીડિત છે. અપીલકર્તા આ દાવાને સાબિત કરી શક્યા નથી. આના પર અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ ફગાવી દેતા કહ્યું કે પતિએ પહેલા સાબિત કરવું પડશે કે તેની પત્નીની માનસિક સ્થિતિ સારી નથી, તો જ પતિ છૂટાછેડા લઇ શકાશે.


શિવસાગરના લગ્ન 2005માં થયા હતા. બંને પતિ-પત્ની લગભગ સાત વર્ષ સાથે રહેતા હતા. તેમને બે દીકરીઓ પણ છે. વિવાદના કારણે પતિ-પત્ની છેલ્લા 12 વર્ષથી એટલે કે જાન્યુઆરી 2012થી અલગ-અલગ રહે છે. પતિ શિવસાગરે પાગલપણુ અને પત્ની પ્રત્યેની ક્રૂરતાને કારણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ આદેશ હાઈકોર્ટ સુધી પોહચ્યો  હતો.

માનસિક રોગ સાબિત કરવો પડશે

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે અપીલકર્તાએ પહેલા સાબિત કરવું પડશે કે તેની પત્ની માનસિક બીમારીથી પીડિત છે અને એવો રોગ હોવો જોઈએ જેમાં મગજનો અપૂર્ણ વિકાસ અથવા માનસિક વિકલાંગતા સામેલ હોય. આ ઉપરાંત આવી માનસિક વિકૃતિ જેના કારણે પીડિત વ્યક્તિ અસામાન્ય રીતે આક્રમક અથવા ગંભીર રીતે બેજવાબદાર વર્તન કરે છે.


હાઈકોર્ટે અપીલ ફગાવી દીધી

વધુમાં કોર્ટે કહ્યું કે વિપક્ષની પત્ની શિક્ષિત મહિલા છે. જેમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. બંને સાત વર્ષ સુધી પરિણીત સંબંધોમાં રહ્યા. અરજીમાં એવી કોઈ હકીકત કે પુરાવા આપવામાં આવ્યા નથી કે જેના દ્વારા કોર્ટના આદેશમાં કોઈપણ રીતે દખલ થઈ શકે. આમ કહીને હાઈકોર્ટે અપીલ ફગાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application