હવસખોર જાનીને સસ્પેન્ડ કરો કુંડલિયા કોલેજે વિધાર્થીઓના ઉગ્ર દેખાવ

  • September 23, 2023 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીએચડીની સ્ટુડન્ટના યૌવન શોષણના મામલે ચૌધરી હાઈ સ્કૂલ પાસે આવેલી એમ જે કુંડલીયા કોલેજના પ્રોફેસર યોતીન્દ્ર જાની સામે પગલા લેવાની યુનિવર્સિટી એ કોલેજના સંચાલકોને તાકીદ કરી હોવાનું બહાર આવતા જ આજે વિધાર્થીઓનો મોટું ટોળું કોલેજે પહોંચી ગયું હતું અને શરમ કરો શરમ કરો કોલેજના સંચાલકો શરમ કરો હવસખોર જાનીને સસ્પેન્ડ કરો તેવા સૂત્રો પોકાર્યા હતા. બાદમાં આ મામલે કોલેજના સંચાલકો સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી અને ટ્રસ્ટી નવીનભાઈએ સોમવાર સુધીમાં સસ્પેન્શન કરાશે તેવી ખાતરી આપતા આંદોલનનો અતં આવ્યો હતો.
આ કોલેજના પ્રિન્સિપાલ તરીકે અર્જુનસિંહ રાણા છે અને તે સ્પોટર્સ યુનિવર્સિટીના કુલપતિના ચાર્જમાં છે આજે તે કોલેજમાં હાજર ન હતા અને તેથી અન્ય સંચાલકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કોલેજના સંચાલકોએ આ મામલે વિધાર્થી આગેવાનોને ટ્રસ્ટી નવીનભાઈ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરાવી હતી વિધાર્થીઓએ જણાવ્યું હતું કે જો સોમવાર સાંજ સુધીમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો મંગળવારથી ઉગ્ર આંદોલન શ કરાશે.


આજે કોંગ્રેસના વિધાર્થી કાર્યકરો આ મામલે કુંડલિયા કોલેજ સવારે પહોચ્યા હતા અને ૨ કલાક સુધી પ્રિન્સિપાલની ઓફિસમાં હલ્લાબોલ કર્યેા હતો અને આ હવસખોર પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની નારેબાજી કરી હતી. કોલેજના પ્રિન્સિપાલની ચેમ્બરમાં કાર્યકારોએ રામધૂન બોલાવી સસ્પેન્ડની માંગણી કરતા કોલેજ સંચાલક એ ટેલિફોનિક વાત કરી સોમવાર સુધીમાં સસ્પેન્ડ કરવાની બાંહેધરી આપી હતી.આ અંગે રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર્ર યુની. માં પીએચડીનો કોર્સ જાણે શોષણનો કોર્ષ બની ગયો હોય તેમ ભૂતકાળથી માંડી અત્યાર સુધી જે યૌનશોષણના કિસ્સાઓ સામે આવે તે પરથી લાગી આવે તે શરમજનક છે. ભૂતકાળમાં નિલેશ પંચાલ, રાકેશ જોષી, હરેશ ઝાલા બાદ આ પ્રોફેસર જાની ઉપર યૌન શોષણની ફરિયાદો થઈ છે. પરંતુ એક વાર પણ ફોજદારી ગુનો કે મહિલા આયોગમાં ફરિયાદ નથી થઈ અને સમય જતા ભોગ બનનાર યુવતીને એનકેન પ્રકારે સમાધાન માટે મનાવી લેવાતી હોવાથી આવા કિસ્સાઓ વધતાં સમાજ માટે ચિંતાજનક છે. કોલેજ મેનેજમેન્ટ પોતાના પ્રોફેસરને છાવરવા માટે હજુ સોમવારની રાહ જુવે છે એક તો આ કિસ્સામાં ભોગ બનનાર વિધાર્થીની કોલેજની નથી છતા તપાસ કરવાના બહાના કરે છે તે શર્મજનક છે. જો આ જગ્યાએ સંચાલક કે પ્રિન્સિપલની બહેન દીકરી ઉપર આવી ઘટના બની હોત તો શું આટલી રાહ સસ્પેન્ડ કરવામાં રાખત? યુનિવર્સિટીની તપાસ કમિટીના રિપોર્ટમાં પ્રોફેસર જાની કસુરવાર સાબિત થાય તેવા તમામ પુરાવાઓ છે છતાં આટલી ઢીલાશ શેની ? સસ્પેન્ડ કરવાની યુનિવર્સિટીએ રિપોર્ટમાં સૂચના આપી છતાં કેમ રાહ જોવે છે કોલેજ મેનેજમેન્ટ ? છેવાડાના ગામડાની વિધાર્થીનિઓ અભ્યાસ અર્થે આવ્યા બાદ આવા હવસખોર પ્રોફેસરો મજબુરીનો લાભ ઉઠાવી શિકાર બનાવતા હોય છે જે શિક્ષણજગત માટે ચિંતાનો વિષય છે.વધુમાં જણાવ્યું હતું કે આ કિસ્સામાં તાત્કાલિક પ્રોફે. જાનીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો અમે કોલેજ પર ફરી હલ્લાબોલ કરીશું. આ મામલે પોલીસ ફરિયાદ અને મહિલા આયોગમાં ફરિયાદ થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવો થતાં અટકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application