બાંગ્લાદેશમાં હસીના પાંચમી વખત પીએમ

  • January 08, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંગ્લાદેશમાં ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ ચુકયા છે. બાંગ્લાદેશની ૧૨મી નેશનલ એસેમ્બલી માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે હવે સતત ચોથી વખત અવામી લીગની સરકાર બનવા જઈ રહી છે અને શેખ હસીના ૫મી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન પદે બિરાજમાન થશે. શેખ હસીના બાંગ્લાદેશમાં ૨૦૦૯થી સત્તા પર છે. વડાપ્રધાન તરીકે આ તેમનો અત્યાર સુધીનો પાંચમો કાર્યકાળ હશે. તેમના પક્ષને ૩૦૦માંથી ૨૨૪ બેઠકો મળીછે. આ વખતની ચૂંટણીમાં ૪૦ ટકા જેટલું મતદાન થયું હતું,તો ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીમાં ૮૦ ટકાથી વધુ મતદાન થયું હતું.ઉલેખનીય છે કે બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસાની અનેક ઘટનાઓ બની. સાથે જ બીએનપી, જમાત–એ–ઈસ્લામી, ડાબેરી ગઠબંધન જેવા વિપક્ષી શિબિરોએ હસીના સરકારની દેખરેખ હેઠળ યોજાનારી કોઈપણ ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી. તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યેા અને ૪૮ કલાકની હડતાળ પર ઉતર્યા. આ કારણોસર જ ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારી ઘણી ઓછી રહી હોવાનું માનવામાં આવે છે. તેમણે નિષ્પક્ષ કાર્યવાહક સરકારના સંચાલન હેઠળ સામાન્ય ચૂંટણીઓ કરાવવાની માગણી કરી હતી, પરંતુ શાસક પક્ષ અવામી લીગ દ્રારા તે માંગને ફગાવી દેવામાં આવી હતી. વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટીએ બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૩૦૦ સભ્યોની સંસદમાં ૨૨૩ બેઠકો જીતી છે.મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સહયોગીઓના બહિષ્કાર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં અવામી લીગે બહત્પમતી મેળવી છે.


છ વખતનો રેકોર્ડ તૂટો

ઢાકા વહીવટી વિભાગ હેઠળના ગોપાલગજં જિલ્લાની ગોપાલગંજ–૩ બેઠક માટેશેખ હસીનાએ ઉમેદવારી નોંધાવી હતી. ગોપાલગજં હસીનાનું જન્મસ્થળ છે. હસીના ૧૯૯૧થી અહીંથી ચૂંટણી લડે છે. તે દરેક વખતે જીત પણ મેળવતા રહ્યા છે. જો કે આ વખતે જે મત મેળવ્યા છે, તેમાં તેણે છેલ્લા છ વખતનો રેકોર્ડ તોડો છે. શેખ હસીનાએ ફરી ગોપાલગંજ–૩ સંસદીય બેઠક પર વિજય મેળવ્યો છે. તેમને ૨,૪૯,૯૬૫ મત મળ્યા. શેખ હસીનાના નજીકના હરીફ નેશનલ પીપલ્સ પાર્ટીના ઉમેદવાર શેખ અબુલ કલામને ૪૬૦ વોટ મળ્યા હતા. આ જ કેન્દ્ર પર અન્ય ઉમેદવાર મહાબુર મોલ્લા ૪૨૫ મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. તેઓ જેકરની પાર્ટીના ઉમેદવાર છે.


૨૯૯ બેઠકો પર મતદાન થયું

રવિવારે સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન યોજાયુ હતુ. કુલ ૩૦૦ બેઠક પર મતદાન યોજાવાનું હતું, પરંતુ એક ઉમેદવારનું મોત થતા નૌગાંવ–૨ કેન્દ્રનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. આ કારણોસર રવિવારે ૨૯૯ કેન્દ્રો પર મતદાન થયું હતું.


બીએનપી સહિતના વિપક્ષોએ બહિષ્કાર કર્યેા હતો
મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યેા અને તેને નકલી ગણાવી. બીએનપીએ ૨૦૧૪ની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યેા હતો પરંતુ ૨૦૧૮માં ચૂંટણી લડી હતી. આ સાથે ૧૫ અન્ય રાજકીય પક્ષોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યેા હતો. બાંગ્લાદેશની ૧૨મી રાષ્ટ્ર્રીય સંસદની ચૂંટણીમાં ૨૮ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. કુલ ઉમેદવારોની સંખ્યા ૧૯૬૯ છે. મતદારોની કુલ સંખ્યા ૧૧ કરોડ ૯૬ લાખ ૮૯ હજાર ૨૮૯ લોકો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News