હરમનપ્રીત કૌર T20Iના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારી ખેલાડી બની,રોહિત શર્માને પણ પાછળ છોડ્યો

  • February 19, 2023 04:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


@aajkaalteam 


ભારતીય ટીમ આ દિવસોમાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં પોતાની ત્રીજી મેચ રમી રહી છે. આ મેચ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હરમનપ્રીત કૌર તેની કારકિર્દીની 149મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી છે. આ મેચ દ્વારા હરમનપ્રીત કૌર ક્રિકેટ જગતમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચો રમનારી ખેલાડી બની ગઈ છે. તેણે આ મામલે રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.

ભારતીય પુરૂષ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યારે હરમનપ્રીત કૌરે તેને પાછળ છોડી દીધી છે. હરમનપ્રીતે તેની કારકિર્દીમાં કુલ 149 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. હરમનપ્રીત કૌરે જૂન 2009માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે રોહિત શર્માએ સપ્ટેમ્બર 2007માં તેની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

હરમનપ્રીત કૌર - 148 T20 ઇન્ટરનેશનલની 133 ઇનિંગ્સમાં હરમનપ્રીત કૌરે 28.19ની એવરેજથી 2989 રન બનાવ્યા છે. આમાં તેણે અત્યાર સુધીમાં 1 સદી અને 9 અડધી સદી ફટકારી છે. બેટિંગમાં તેનો ઉચ્ચ સ્કોર 103 રન રહ્યો છે. બોલિંગ દરમિયાન તેણે 32 વિકેટ પણ લીધી છે. (હમરનપ્રીત કૌર તેની 149મી મેચ રમી રહી છે. તેના આંકડા ઉમેરવામાં આવ્યા નથી.)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application