ફિલ્મ હનુમાનને લોકો ખુબ આવકારી રહ્યા છે. કારણ કે આ ફિલ્મ દરરોજ રેકોર્ડ બ્રેક બિઝનેસ કરી રહી છે. દર્શકોનો આ ફિલ્મને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.તેજા સજ્જાની ફિલ્મ હનુમાનને લોકો ખુબ આવકારી રહ્યા છે,
રેકોર્ડ બ્રેક બિઝનેસ સાથે આગળ વધી રહેલી ફિલ્મે અત્યાર સુધીમાં 5.94 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
અત્યારે રામાયણના દરેક પાત્રો દેશમાં છવાયેલા છે. ત્યારે બોક્સ ઓફિસ પર અત્યારે તેજા સજ્જાની ફિલ્મ હનુમાનને લોકો ખુબ આવકારી રહ્યા છે. કારણ કે આ ફિલ્મ દરરોજ રેકોર્ડ બ્રેક બિઝનેસ કરી રહી છે. દર્શકોનો આ ફિલ્મને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેજા સજ્જાની એક્ટિંગ દરેકને પસંદ આવી રહી છે. થિયેટરમાં પણ 'જય શ્રી રામ'ના નારા લગાવવામાં આવી રહ્યાં છે. પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તેની કહાનીથી લઈને તેના પાત્રો સુધી લોકોના દિલ જીતી રહી છે. જેથી જ આ ફિલ્મ માત્ર ઘરેલુ બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે.
'હનુમાન' 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને 6 દિવસ થઈ ગયા છે અને 70 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 'હનુમાન'ના છઠ્ઠા દિવસના શરૂઆતના આંકડા સામે આવ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 5.94 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
છેલ્લા 6 દિવસની કમાણી વિશે વાત કરવામાં આવે તો પહેલા દિવસે 8.5 કરોડ, બીજા દિવસે 12.45 કરોડ, ત્રીજા દિવસે 16 કરોડ, ચોથા દિવસે 15.2 કરોડ, પાંચમા દિવસે 13.11 કરોડ અને છઠ્ઠા દિવસે 5.94 કરોડ રૂપિયાની કમાણી કરી છે.. છેલ્લા 6 દિવસમાં આ ફિલ્મે 74.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ પહેલા 4 દિવસની અંદર જ વર્લ્ડ વાઈડ 100 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. જેની માહિતી તેજા સજ્જાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરીને આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech