કાશી અને મથુરા અમને શાંતિથી સોંપી દો, બીજું કશું નથી જોઈતું

  • February 05, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થયા બાદ હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમા કાશી અને મથુરાના મંદિરો હિંદુઓને સોંપી દેવાની માંગ ધીમે ધીમે પ્રબળ બની રહી છે.રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજે આડકતરો ઈશારો કર્યેા છે કે બાકીના બે મંદિરો (કાશી અને મથુરા) અમને શાંતિથી અને પ્રેમથી સોંપવામાં આવે તો અમે બાકીનું બધું ભૂલી જઈશું. અયોધ્યા બાદ કાશી અને મથુરામાં હિન્દુઓના 'મૂળ સ્થાનો'પરત લેવાની કાર્યવાહી ઝડપી બને તેવા એધાણ છે.

અયોધ્યા બાદ કાશી અને મથુરામાં હિન્દુઓના 'મૂળ સ્થાનો'ની માંગ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે, અયોધ્યા બાદ જો કાશી અને મથુરા શાંતિપૂર્ણ રીતે આઝાદ થાય તો હિંદુ સમુદાય વિદેશી આક્રમણકારો દ્રારા નષ્ટ્ર કરાયેલા અન્ય તમામ મંદિરો સંબંધિત મુદ્દાઓને ભૂલી જશે. તેમણે કહ્યું કે, વિદેશી હત્પમલામાં ૩૫૦૦ હિંદુ મંદિરો નષ્ટ્ર થઈ ગયા.ગોવિંદ દેવ ગિરી મહારાજે પૂણેના આલંદીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. તેમના ૭૫માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અહીં ૪ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં આરએસએસના વડા મોહન ભાગવત અને રવિશંકર સહિત અન્ય લોકો હાજરી આપશે. એક અહેવાલ મુજબ ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું, જો આ ત્રણ મંદિરો મુકત થઈ જાય, તો અમે અન્ય (મસ્જિદો) તરફ જોવાની ઈચ્છા પણ નથી કરતા, કારણ કે આપણે ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં જીવવાનું છે. દેશ ભારતનું ભવિષ્ય સાં હોવું જોઈએ તેથી જો બાકીના બે મંદિરો (કાશી અને મથુરા) અમને શાંતિથી અને પ્રેમથી સોંપવામાં આવે તો અમે બાકીનું બધું ભૂલી જઈશું.


મહારાજે મુસ્લિમ સમુદાયને આ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની તેમની માંગને સમર્થન આપવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, આ મામલો માત્ર હત્પમલાના નિશાનો ભૂંસી નાખવાનો છે અને તેને બે સમુદાયો વચ્ચેની સમસ્યા ન ગણવી જોઈએ. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા મહારાજે કહ્યું, હાથ જોડીને અમારી પ્રાર્થના છે કે, આ ત્રણ મંદિરો (અયોધ્યા, જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ) સોંપવામાં આવે કારણ કે આ આક્રમણકારો દ્રારા અમારા પર કરાયેલા સૌથી મોટા નિશાન (હત્પમલા) છે તેના કારણે લોકોમાં ઘણી પીડા છે. જો તેઓ (મુસ્લિમ પક્ષ) શાંતિથી આ દુ:ખ દૂર કરશે તો ભાઈચારો વધારવામાં વધુ સહકાર મળશે.


ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું કે અમે શાંતિપૂર્ણ ઉકેલ (રામ મંદિર ) શોધી કાઢો છે. હવે યારે આવો યુગ શ થયો છે, અમને આશા છે કે અન્ય મુદ્દાઓ પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે. મહારાજે કહ્યું કે, મુસ્લિમ સમુદાયના લોકો બાકીના બે મંદિરોના શાંતિપૂર્ણ ઉકેલ માટે તૈયાર છે પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરે છે. તેમણે કહ્યું, અમે પરિસ્થિતિ અનુસાર સ્ટેન્ડ લઈશું અને તેમને મનાવવાનો પ્રયાસ કરીશું. અમે સુનિશ્ચિત કરીશું કે શાંતિપૂર્ણ વાતાવરણ ન સર્જાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application