હળવદ વોર્ડ નં.૪ માધાપર વિસ્તારમાં ગટરના દુર્ગંધયુક્ત પાણી ભરાતા રહીશોમાં રોષ

  • February 02, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ઘણા સમયથી  ગટરનું દુર્ગંધ યુક્ત ભરાવાની  સમસ્યા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી રહીશોમાં રોષની લાગણી,આજદિન સુધી  અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા રહીશોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હળવદ વોર્ડ નં ૪ ભીડભંજન મહાદેવ  મહાદેવનગર પાસે માધાપર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી  ભૂગર્ભ ગટરનું પાણી ભરાતા રહીશોમાં રોષ લાગણી વ્યાપી જવા પામી હતી. છેલ્લા  ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાવાની સમસ્યા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી રહીશોમાં રોષની લાગણી, આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. આના કારણે ભારે દુર્ગંધ આવે છે જેના કારણે રોગચાળોની દેહશત વર્તાઈ રહી છે. તેવુ આ વિસ્તારના રહીશો જણાવ્યું હતું. અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
જો આગામી દિવસમાં ઉકેલ લાવવા નહિ આવે તો આગામી પાલીકાની ચુંટણીમાં મતદાન નો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિકાલ ન આવતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાત્કાલિક ધોરણે  ભુગર્ભ ગટરના ગંદા પાણીનો  પાઈપ લાઈન નાખી નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગણી ઉઠવા પામી છે. હથેળીમાં ચાંદ બતાવનાર સ્વપનો બતાવનાર રાજકીય આગેવાનો જાગે અને આ વિસ્તારના લોકોને મુશ્કેલીમાંથી દૂર કરાવે તેવી રહીશોની માગણી ઊઠવા પામી છે. 
​​​​​​​
છેલ્લા ઘણા વર્ષોથી હળવદ ભીડભંજન મહાદેવ પાસે દુર્ગંધ યુક્ત પાણી ભરાતા આજુબાજુના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પાઇપલાઇન નાખીને ગટરના દુર્ગંધ યુક્ત પાણીનું નિરાકરણ લાવવા રહીસોઓ્ની માંગણી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application