હળવદ આજે ૫૩૬ વર્ષનું થયું

  • March 08, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝાલાવાડની બંજર  ભૂમિ ઉપર આવેલું હળવદ કાઈક અનોખો ઇતિહાસ ધરાવે છે એક સમયનું રણ સમરાગણ અને રતુબુડી માટીમાં બ્રાહ્મણોનો શૌયેનો ઇતિહાસ ધરાવતા હળવદ નો પાયો રાજા રાજોધરજી ઈ.સ ૧૪૮૮  વિક્રમ સવંત ૧૫૪૪  મહાવદ તેરસ મહાશિવરાત્રીને સોમવારના દિવસે નાખ્યો હતો. આજે હળવદના વસવાટને ૫૩૫ વર્ષ પૂરા કરી ૫૩૬  માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે,ઝાલાવાડના ઝાલા રાજાઓની એક સમયની રાજધાની ગણાતા હળવદમાં અનેક યુદ્ધ ખેલાયા હતા, શહેર ની ચારે બાજુ એ શિવાલયો અને દેવી-દેવતાઓના મંદિરો અને સુરાપુરા ના પાળીયાઓ છત્રિયો ના કારણે હળવદ એ છોટા કાશી તરીકે નામના મેળવી ચૂક્યું છે. હળવદના બ્રાહ્મણો અને લાડુ જગવિખ્યાત છે.ઝાલાવાડમાં સૌથી વધુ વધારે યુદ્ધ હળવદ ખાતે થયા હોવાનું અનુમાન છે.ત્યારે ૪૦૦૦ ચોરસ ફૂટ જમીન પર  ચો તરફ  પથરાયેલા સતી-સુરા ની ડેરીઓ અને ખાંભીઓ તેની ગવાઇ પૂરી રહી છે ૧૯મીના ઉતરાધેમ થયેલી ગણતરી મુજબ હળવદમાં ૪૦૦ પાળીયાઓ  પૈકી ૨૦૦ જેટલા પાળીયા  તેમ જ ૧૦૦ થી વધુ સતિ સુરાની દેરીઓ ફક્ત રાજીયેર  વિસ્તારમાં મોજુદ છે, ઉપરાંત વિવિધ શહેરની શાળાઓ મેદાનો શેરીઓ ગલીના નાકે તેમ જ સીમાડાની બહાર જ્યાં નજર દોડાવો ત્યાં શૂરવીરોની  મર્દાનગી ગવાય આપતા પાળીયાઓ  આજે  પણ નજરે પડે છે. 
હળવદ  ૫૦૦ વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું છે.હળવદ ફરતો કિલો અને ગઢ આવેલો છે જે  આજે પણ આ ગઢને છ દરવાજા છે જેમાં ધાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો ,દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તથા શક્તિની બારી (તળાવ દરવાજો) આજે પણ મોજુદ છે. હળવદમાં મધ્ય આવેલું અને સાતસો  એકરના ફેલાવો ધરાવતું સામતસર  સરોવર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે ઈ.સ  ૧૭૦૯માં રાજા જશવંતસિંહજીએ સામંતસર તળાવના કિનારે એક દાંડિયા મહેલ બંધાવ્યો હતો જે આજે પણ મોજુદ છે.શહેરનો પાયો  રાજા રાજોધરજીએ નાખ્યા બાદ હળવદના વિવિધ રાજવીઓ પણ બુદ્ધિશાળી કુશળ અને બાહોશ હતા. જેમાં રાજોધર, રાણો, માનસિહ, ચંદ્રસિંહ, અમરસિંહ, મેઘરાજ, જશવંતસિંહ, પ્રતાપસિંહ, રૂપસિંહ, રણમલસિંહ, મયુરધ્વજસિહ  જેવા અનેક  પરાક્રમી વીર રાજાઓ થઈ ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News