વિજતંત્રના આડેધડ ખોદકામથી અડધા જામનગરમાં વિજળી ગુલ

  • June 03, 2023 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમર્પણ હોસ્પિટલ નજીક હેવી કેબલને ખોદી નાખવામાં આવતા અનેક વિસ્તારોમાં વિજ પૂરવઠો ખોરવાયો: આકરી ગરમીમાં લોકો મુસીબતમાં

મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન ના ચાલી રહેલા ખોદકામ દરમિયાન ગઈકાલે બપોર પછી તેમજ આજે સવારે બબ્બે વખત હેવી કેબલ તોડી નાખતાં કાળજાળ ગરમીમાં લોકો લાઈટ વગર હેરાન થયા.
જામનગર તા૩, જામનગરના સમર્પણ સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યા પાણીની પાઇપલાઇન ના ખોદ કામ દરમિયાન જમીનની અંદરથી પસાર થઈ રહેલ વિજ તંત્ર ના હેવી કેબલ ને તોડીને નખાતાં આસપાસના અનેક વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને ગરમીમાં લોકો પરેશાન થયા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સમર્પણ સર્કલ પાસે પાણીની પાઇપલાઇન બીછાવવા માટે નું ખોદ કામ ચાલુ રહ્યું છે, જે ખોદકામ દરમિયાન સમર્પણ હોસ્પિટલ નજીકના ભાગમાં જેસીબીથી ખોદકામ કરાયું હતું, જે દરમિયાન આસપાસના વિસ્તારમાં જતો હેવી વિજ વાયર કે જેમાં જેસીબીની દાતી લાગવાથી વાયર કપાઈ ગયો હતો, અને અનેક વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો.
જે અંગેની જાણ થતાં વિજ તંત્ર ની ટુકડીએ ઘટના સ્થળે દોડી ગયા પછી સતત ૬ કલાકની જહેમત લઈ હેવી વિજ વાયરને ફરીથી જોડી દીધો હતો, અને રાત્રિના દસ વાગ્યે વિજ પુરવઠો પૂર્વવત બન્યો હતો. આ સમયગાળા દરમિયાન જામનગરના પદમ પાર્ટી પ્લોટ, નાઘેડી ગામ સહિતના વિસ્તારમાં તેમજ સમર્પણ સર્કલ અને આજુબાજુનો વિસ્તાર વગેરેમાં અંધારપટ છવાયેલો રહ્યો હતો.
દરમિયાન આજે સવારે ૧૦.૦૦ વાગ્યે ફરીથી જામનગર મહાનગરપાલિકાના દ્વારા ખોદકામ દરમિયાન હેવી વિજ વાયર કપાઈ ગયો હતો, અને ફરીથી ઉપરોક્ત વિસ્તાર અંધારામાં ફેરવાયો છે. વિજ તંત્ર દ્વારા તે કેબલને જોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application