ખંભાળીયા, કલ્યાણપુર અને ભાણવડમાં પોણો ઇંચ વરસાદ

  • July 16, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે 8 થી 10 દરમ્યાન મેઘરાજાએ ફરીથી ખંભાળીયામાં આગામન કર્યુ: મોટા વડાળામાં પોણો, મોટી બાણુગાર, નવાગામ અને પાંચદેવડામાં અડધો, જામનગરમાં ઝાપટા


મેઘરાજાએ ખંભાળીયા ઉપર ફરીથી હેત વરસાવાનું શ કર્યુ છે, આજે સવારે 8 થી 10 દરમ્યાન ફરીથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છે, આ લખાય છે ત્યારે પણ સવારે 10 વાગ્યે વધુ વરસાદ થવાની ધારણા છે, જયારે ગઇકાલે કલ્યાણપુર અને ભાણવડમાં ભારે ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ પડયો હતો.


ખંભાળીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ત્રણ-ચાર દિવસ મેઘરાજાએ વિરામ કયર્િ બાદ આજે સવારે 8 થી 10માં વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે પોણો ઇંચ વરસાદ પડયો છે, આજુબાજુના ગામડાઓમાં અડધાથી એક ઇંચ વરસાદ પડયાના સમાચાર આવ્યા છે, આ વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ પોણા ઇંચ વરસાદમાં જ વિજળી રાણી કેટલાક વિસ્તારમાં રીસાઇ ગઇ હતી.


કલ્યાણપુરમાં ગઇકાલે ફરીથી પોણો ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને આજુબાજુના ગામડાઓમાં પણ અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો, ભાણવડ શહેર અને આજુબાજુના ગામડાઓમાં ગઇકાલે પોણો ઇંચ વરસાદ પડયો હતો, કેટલાક સમયથી ખેડુતો વરસાદની રાહ જોઇ રહ્યા હતાં, ત્યારે મેઘરાજાએ વરસાદ વરસાવ્‌યો છે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ પાંચ દિવસ સુધી હાલારમાં વરસાદ ત્રાટકે તેવી શકયતા છે જેને કારણે તમામ મામલતદારોને એલર્ટ કરી દેવામાં આવ્‌યા છે.


જામનગરની વાત લઇએ તો ગઇકાલે રાત્રે 9 વાગ્‌યા આસપાસ અસહ્ય ગરમી વચ્ચે ભારે ગાજવીજ શ થઇ હતી, થોડા ઝાપટા પણ પડયા હતાં, પરંતુ ઠંડો પવન ફુંકાવાથી લોકોને ગરમીથી રાહત મળી હતી, ગ્રામ્ય વિસ્તારોમાં જામજોધપુર, નિકાવા, નવાગામ અને પાંચદેવડામાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયો છે જયારે મોટા વડાળામાં મેઘરાજાએ ભારે ડોળ કર્યો હતો, પરંતુ પોણો ઇંચ વરસાદ પડયો હતો, પીઠડમાં 3 મીમી, ખરેડી 8, સમાણા અને ધુનડા 4, વાંસજાળીયા 5, જામવાડી 6 અને ભણગોરમાં 2 મીમી વરસાદ પડયો છે.


ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ સાડા અઢાર ઇંચ એટલે કે 468 મીમી સમાણામાં વરસાદ પડયો છે, આજુબાજુના પંથકમાં પણ ભારે વરસાદ થયો છે, અત્યાર સુધીમાં મોસમના કુલ વરસાદમાં 200 મીમીથી ઉપરમાં બાલંભા 237, પીઠડ 200, ખરેડી 280, મોટા વડાળા 235, ભલસાણ બેરાજા 207, નવાગામ 348, મોટા પાંચદેવડા 295, શેઠવડાળા 413, જામવાડી 260, વાંસજાળીયા 272, ઘુનડા 283, ધ્રાફા 318, પરડવા 248, પડાણા 255 અને મોડપર 254 મીમી વરસાદ પડયો છે.

જયારે તાલુકા વાઇસ કુલ વરસાદની વાત લઇએ તો જામનગરમાં 160 મીમી, જોડીયા 197, ધ્રોલ 144, કાલાવડ 276, લાલપુર 236 અને જામજોધપુરમાં 300 મીમી વરસાદ પડયો છે, દ્વારકામાં 339, ખંભાળીયામાં હાલારમાં સૌથી વધુ 727, કલ્યાણપુરમાં 376 અને ભાણવડમાં અત્યાર સુધીમાં 347 મીમી વરસાદ પડયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application