નરેન્દ્રભાઇ મોદીની ગેરેંટી પર હાલારને અપ્રતિમ વિશ્ર્વાસ છે-પૂનમબેન

  • April 26, 2024 01:46 PM 

હાલારના દીકરી પૂનમબેન માડમનું જામજોધપુરવાસીઓએ કર્યું ભવ્ય સ્વાગત: અદ્દભૂત ઉત્સાહ: જામજોધપુર વાસીઓનાં ઉત્સાહ અને સમર્થનને જોઇને ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ર્ચિત: પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, માજી ધારાસભ્ય ચિરાગ કાલરીયા, બ્રિજરાજસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિયનું કરાયું ઉદ્દઘાટન: ભવ્ય રોડ શોમાં પણ પૂનમબેન માડમને મળ્યો જબરદસ્ત આવકાર



જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાયર્લિયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ઉપરાંત જામજોધપુરમાં યોજાઈ ભવ્ય રેલી નીકળી હતી અને તેમાં લોકો તરફથી પૂનમબેન માડમને ઉમકળાભેર આવકાર મળતો જોવા મળ્યો હતો, આ વિધાનસભા વિસ્તારના માંધાતાઓ ચીમનભાઇ સાપરીયા, ચિરાગભાઇ કાલરીયા, બ્રિજરાજસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે રહ્યા હતા. મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિયના ઉદ્દઘાટનમાં ભૂતકાળમાં ક્યારેય જોવા ન મળી હોય એવી જનમેદની જોવા મળી હતો, તો એ જ રીતે રોડ શોમાં પણ લોકો તરફથી ભાજપના ઉમેદવારને ફૂલડે વધાવવામાં આવ્યા હતા.


જનસમુદાયને સંબોધતા ભાજપના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ એ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીની સમર્પિત સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે. પંથકના સૌ નાગરિકોએ ‘મોદી સાહેબની ગેરન્ટી’ માં અપ્રતિમ વિશ્ર્વાસ દાખવ્યો છે, અને એટલા માટે જ પ્રચંડ જનસમર્થનની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.


એમણે કહ્યું હતું કે, રેલી તથા ઉદબોધન સમયે ઉમટી પડેલ જામજોધપુરવાસીઓનો આ અદભુત ઉત્સાહ અને સમર્થન ચોક્કસપણે એકવાર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ચિત કરનાર પ્રતીત થાય છે.


જામજોધપુર મુખ્ય માર્ગ ઉપર લોક્સભાના સાંસદ તથા  ઉમેદવાર શ્રી પૂનમબેન માડમનો ભવ્ય રોડ શો યોજાયો. વિવિધ જ્ઞાતિના આગેવાનો, ગરબી મંડળ, સામાજિક સંસ્થા દ્વારા પૂનમબેન માડમનું સ્વાગત કરવામાં આવ્યું, ચૂંટણી મધ્યસ્થ કાયર્લિયના ઉદ્ઘાટન પછી પ્રચંડ જનમેદની સાથે સભા યોજાઈ હતી.


આ તબ્ાકક્ે સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, શહેર તાલુકા પંચાયત પ્રમુખ જે.ટી. ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, તાલુકા પંચાયત પ્રભારી ખુશાલભાઈ જાવિયા, પૂર્વ જિલ્લા પંચાયત મહામંત્રી ચેતનભાઈ કડીવાલ, અગ્રણી આગેવાન અમુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચાના પદાહિકારીઓ, શહેર સંગઠનના પદાધિકારીઓ હોદેદારો, કાર્યકતર્ઓિ, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News