રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી બાઇક ચોરી કરનાર રીઢા વાહન ચોરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો.પૂછતાછમાં પોલીસે તેની પાસેથી બાઈક ખરીદનાર તેના મિત્રને પણ ઝડપી લીધો હતો અને 17 ચોરાઉ વાહન કબજે કયર્િ હતા.
જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ જલદિપસિંહ વાઘેલા,હેડ કોન્સ.કુષ્ણદેવસિંહ ઝાલા અને કોન્સ. મોહીલરાજસિંહ ગોહિલ,ગોપલભાઇ પાટીલને મળેલી બાતમીના આધારે
17 ટુ વ્હીલરની ચોરી કરનાર મુકેશ લાભુભાઈ મારડીયા (ઉ.વ.40, રહે. સડક પીપળીયા, તા. ગોંડલ, મૂળ ખાંભા ગાયકવાડી, કુંભારવાસ, તા. અમરેલી)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરાઉ ટુ વ્હીલર ખરીદનાર આશિષ વલ્લભ કાપડી (ઉ.વ.34, રહે. ગુંદાસરા, તા. ગોંડલ, મૂળ વીરપુર)ની પણ ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી હતી.
પોલીસની પુછતાછમાં મેકેશે છેલ્લા ચાર માસમાં રાજકોટમાંથી 7, શાપરમાંથી 3, ગોંડલમાંથી 5 અને જૂનાગઢમાંથી 1 મળી કુલ 17 ટુ વ્હીલરની ચોરી કયર્નિી કબૂલાત આપી હતી.મુકેશ ચોરાઉ ટુ વ્હીલર ફાઇનાન્સમાંથી ખેંચેલા છે તેમ કહી આશિષને 10 થી લઇ 20 હજાર જેવા પાણીના ભાવે વેચવા આપી દીધાની પણ કબૂલાત આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચે આશિષને પણ સકંજામાં લઇ રૂા. 6.75 લાખની કિમતના 17 ટુ વ્હીલર કબ્જે કયર્િ હતાં.
ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે મુકેશ કારખાનામાં મજૂરી કામ કરે છે. જે દિવસે રજા હોય તે દિવસે વાહનો ચોરવા નીકળી પડતો હતો. રાજકોટ શહેર, શાપર, ગોંડલ અને જૂનાગઢ જેવા શહેરોમાં જઇ હોસ્પિટલ અને હોટલ સહિતના સ્થળો પાસે પાર્ક હેન્ડલ લોક વગરના વાહનો થોડે સુધી દોરીને લઇ ગયા બાદ ડાયરેક્ટ છેડા કરી ચોરી કરી લેતો હતો. મુકેશ આ અગાઉ 2011ની સાલમાં જૂનાગઢ એલસીબીના હાથે 27 ચોરાઉ વાહનોના કેસમાં પકડાઇ ચૂક્યો છે. તેના વિરૂધ્ધ જૂનાગઢ પોલીસમાં વાહન ચોરી અંગે પાંચેક ગુના પણ નોંધાયેલા છે. આ ઉપરાંત આરોપી મુકેશ ખાસ કરીને જે બાઇકમાં મેગવ્હીલ હોય તેની વધુ ચોરી કરતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech