ખંભાળિયા તાલુકાના વડત્રા ખાતે શ્રી સાંસ્કૃતિક સેવા નિધિ ટ્રસ્ટ સંચાલિત શ્રી મગનભાઈ રાજ્યગુરુ (પૂ બાપજી) પ્રેરિત શ્રી વિશ્વનાથ વેદ પાઠશાળા આયોજિત શ્રી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે, ગુરૂ પૂર્ણિમાના દિવસે શનિવાર તા. 20 ના રોજ વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 4 વાગ્યે નવા ડોમ મંડપનું ઉદ્ઘાટન, સાંજે 5 વાગ્યે ધ્વજાપૂજન, ગુરૂપૂજન, પૂ. બાપજી દ્વારા પ્રવચન, સાંજે 7 વાગ્યે મહા આરતી, સાંજે 8 વાગ્યે મહા પ્રસાદ, રાત્રે 9 વાગ્યાથી રંગ કસુંબલ ડાયરો યોજવામાં આવ્યો છે.
જેમાં ભજન સમ્રાટ ઓસમાણ મીર તથા ગ્રુપ દ્વારા ભજન સંતવાણી ભજન ધૂનની રમઝટ બોલાવશે. આ તકે ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
દેશ વિદેશથી પૂજ્ય બાપજીના અનુયાયીઓ આ આયોજનમાં આવીને લાભ લેશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ O Kana Official Channel તેમજ લક્ષ્ય યૂ-ટ્યૂબ ચેનલ અને કલ્યાણ ટીવીમાં નિહાળી શકાશે. જેમાં સહભાગી થવા સાંસ્કૃતિક સેવા નિધિ ગ્રુપ તથા વડત્રા ગ્રામજનો દ્વારા ભક્તોજનોને અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech