વાવાઝોડા સામે લડવા ગુજરાત સરકાર તમામ રીતે સક્ષમ: કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી

  • June 14, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે વાવાઝોડા સંદર્ભે પ્રશાસનની પૂર્વ તૈયારીઓની માહિતી મેળવી કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક કરી હતી.અહીં પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતના દરિયાકાંઠે સંભવિત કુદરતી આપતી અંગે જ‚રી પૂર્વ તૈયારીના પગલાં લઈ શકાય તે માટે રાજ્ય પ્રશાસન અને અમને માર્ગદર્શન આપ્યું છે. પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી એ કહ્યું હતું કે ગુજરાત સરકારે ભારત સરકારના સંકલનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસનોએ વાવાઝોડા પૂર્વે  ટીમ વર્કથી કામ કર્યું છે અને હજુ પણ જ‚રિયાત મુજબ ટીમો કામ કરી રહી છે.તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જ‚રિયાત મુજબ માલ પરિવહન માટે રેલવે પણ તમામ પ્રકારની મદદ કરશે. રેલ્વે દ્વારા પણ સાવચેતી ‚પે પગલા લેવાયા છે. સોમનાથ અને દ્વારકા સહિતના તીર્થ સ્થળોએ આ કુદરતી આપત્તિમાં નુકસાન ન થાય તે માટે પણ સ્થળાંતર અને લોકોને મદદ‚પ થવા માટે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતા મંત્રીએ જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં ૫૯ સગર્ભા બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા આરોગ્ય વિષયક પગલા લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં પૂર્વ તૈયારી તેમજ વીજ પુરવઠો ખોરવાય તો વહેલાસર રેસ્ટોરેશન થઈ શકે તે માટે પણ તૈયારી રાખવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ૧૨૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ આ કામગીરી ચાલુ છે. કેન્દ્રીય મંત્રી ત્રણ દિવસ સુધી પોરબંદર ખાતે રોકાણ કરશે. વાવાઝોડા સંદર્ભે કામગીરી રાહત બચાવ તકેદારી અંગે માર્ગદર્શન આપશે.
​​​​​​​
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પોરબંદરના કલેક્ટર કે.ડી. લાખાણીએ જિલ્લામાં અત્યાર સુધી કરવામાં આવી રહેલી કામગીરી અને જુદા જુદા વિભાગોએ કરેલી કામગીરીની માહિતી મંત્રીને આપી હતી.આ તકે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application