એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતની ભાવિના પટેલે જીત્યો બ્રોન્ઝ: સુમિતને ગોલ્ડ

  • October 25, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એશિયન પેરા ગેમ્સમાં ત્રીજા દિવસે ગુજરાતની ટેબલ ટેનિસની મહિલા ખેલાડી ભાવિના પટેલે ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં કલાસ ૪ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જયારે એશિયન પેરા ગેમ્સના ત્રીજા દિવસની શઆતમાં ભારતના પેરા એથ્લેટ સુમિત એન્ટિલે ઈતિહાસ રચ્યો હતો. તેણે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સ ૨૦૨૩માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે ૭૩.૨૯ મીટરના અસાધારણ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવીનો નવો વલ્ર્ડ રેકોર્ડ બનાવ્યો હતો સાથે જ પુષ્પેન્દ્ર સિંહે ૬૨.૦૬ મીટરના જોરદાર થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગઈકાલે એશિયન પેરા ગેમ્સમાં પેરા કેનોઈંગમાં પ્રાચી યાદવ ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેણે સતત બીજા દિવસે દેશ માટે મેડલ જીત્યો. ભારતે ગઈકાલે સ્પર્ધાના બીજા દિવસે ચાર ગોલ્ડ સહિત ૧૮ મેડલ જીત્યા હતા. ભારતના ટેબલમાં ૧૦ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ સાથે દેશના કુલ મેડલની સંખ્યા ૩૫ થઈ ગઈ છે.


સોમવારે કેનોઈંગ વીએલ૨ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનારી પ્રાચીએ કેએલ૨ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને આ ગેમ્સનો બીજો મેડલ જીત્યો હતો. એથ્લેટસ માટેની આ સ્પર્ધામાં દીિએ ૫૬.૬૯ સેકન્ડના સમય સાથે ગેમ્સ અને એશિયન રેકોર્ડ બનાવ્યો. મકનહલ્લી ૨૦:૧૮.૯૦ ના સમય સાથે ધ્ષ્ટ્રિહીન દોડવીરો દ્રારા ૫૦૦૦ મીટરની સ્પર્ધા જીતી હતી. આ ઈવેન્ટમાં માત્ર બે જ ખેલાડીઓએ ભાગ લીધો હોવાથી માત્ર એક ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.ભારતીયોએ પુષોની એફ૫૪૫૫૫૬ ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં ત્રણેય મેડલ જીત્યા. જેમાં નીરજ યાદવે ૩૮.૫૬ મીટરના એશિયન રેકોર્ડ અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યોગેશ કથુનિયા (૪૨.૧૩ મીટર) અને મુથુરાજા (૩૫.૦૬ મીટર) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application