સવારે ૧૧ થી ૪ વાગ્યા સુધી પશુઓને પુરતા હવા ઉજાસ અને છાંયાવાળી જગ્યાએ રાખવા
નાના બચ્ચાઓ, ઘાટા રંગની ચામડી ધરાવતા પશુઓ, શ્વસન, કિડની અને યકૃતના રોગો ધરાવતાં પશુઓ તેમજ દૂધ આપતા પશુઓને હિટ વેવનુ સૌથી વધુ જોખમ રહેલું છે
જામનગર તા.07 એપ્રિલ, સમગ્ર રાજયમા ઉનાળાના કારણે હિટવેવની શક્યતાઓ રહેલી છે.આ દરમિયાન જામનગર જિલ્લાના પશુઓને હિટવેવથી બચાવવા જિલ્લા પંચાયત જામનગરની પશુપાલન શાખા દ્વારા મહત્વપૂર્ણ સૂચનો કરાયા છે.ગ્રીષ્મ લહેર (Heat Wave) એ વાતાવરણીય તાપમાનની એવી સ્થિતિ છે જે ક્યારેક પશુઓ માટે જીવલેણ પણ બને છે.
પશુઓમાં ગરમીના કારણે ઉભી થતી સમસ્યાઓ અસરકારક નિવારક પગલાં, પ્રાથમિક ઉપચાર અને પશુચિકિત્સા દ્વારા નિવારી શકાય છે.તાપમાન વધુ હોય તે સમયે પશુઓને ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં સ્થળાંતર કરવાનું ટાળવુ જોઈએ.તેમના માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ કરાવવુ જોઇએ. સંવેદનશીલ પશુઓ જેવા કે નાના બચ્ચાઓ, ઘાટા રંગની ચામડી ધરાવતા પશુઓ, શ્વસન, કિડની અને યકૃતના રોગો ધરાવતાં બીમાર પશુઓ, તાજેતરમાં ઉન કતરણ કરાવેલ ઘેટા, ગાભણ તથા દૂધ આપતા પશુઓને હિટ વેવનુ વધુ જોખમ રહેલું છે.
ગરમીના લીધે મુખ્યત્વે પશુઓમા જોવા મળતા લક્ષણોમાં સુસ્ત થઈને પડ્યા રહેવું, સુકુ નાક, નબળાઈ, ધ્રુજારી, લાળ ઝરવી, બેભાન થઈ જવું, પેટ ફુલી જવુ, ઓછુ હલનચલન, હાવભાવમાં ફેરફાર, ધ્રુજારી, વધુ પાણી પીવું, ભૂખ ન લાગવી, હાંફવુ, પક્ષીઓમાં ખુલ્લી ચાંચ દ્વારા હાંફ ચઢવી, સતત છાયડો શોધવો, પાણીના સ્ત્રોત પર લાંબા સમય સુધી પડી રહેવું, પક્ષીઓના કિસ્સામાં પાંખો ફેલાવીને રાખવી, દૂધ ઉત્પાદનમાં ઘટાડાનો સમાવેશ થાય છે.
હિટ વેવ દરમિયાન પશુઓની કાળજી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMજામનગરમાં સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી લોકોને શોધી કાઢવા માટે તલાશ
April 29, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech