ગુજરાતના ૮૫ ટકા જિલ્લાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી

  • December 09, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભામાં રજૂ કરાયેલ તાજેતરના ડેટાએ સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તાના નોંધપાત્ર મુદ્દાઓને ઉજાગર કર્યા છે, જેમાં ૩૩ માંથી ૨૮ એટલેકે ૮૫ ટકા જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૨–૨૩ના અહેવાલ પર આધારિત ડેટા દર્શાવે છે કે ૩૦ જિલ્લાઓ (૯૧ ટકા)માં ઉચ્ચ લોરાઈડનું સ્તર વધુ છે, યારે ૩૨ (૯૭ટકા) જિલ્લાઓના પાણીમાં ઉચ્ચ નાઈટ્રેટ દૂષણની અસર થયેલી છે. ગુજરાત એવા છ ભારતીય રાયોમાં સ્થાન ધરાવે છે યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના દૂષણથી પ્રભાવિત છે.
આ દેતા સાંસદો રાજેશ વર્મા, શ્રીકાંત શિંદે, નરેશ મ્સ્કે અને શાંભવીના પ્રશ્નના જવાબમાં રાજ ભૂષણ ચૌધરી, રાયમંત્રી (જલ શકિત) દ્રારા આપવામાં આવ્યો હતો.
સીજીડબ્લ્યુબી રિપોર્ટ દર્શાવે છે કે લેવામાં આવેલા તમામ નમૂનાઓમાં, ૫૦ટકામાં ખારાશનું પ્રમાણ વધુ, ૧૮ટકા ખૂબ વધારે અને ૭ટકા વ્યાપક પ્રમાણમાં વધુ જોવા મળ્યું હતું. નોંધપાત્ર ૪૫% નમૂના સ્વીકાર્ય ધોરણોથી નીચે આવે છે, જેમાં ૩૦ ટકાને ખરાબ, ૯ ટકા વધારે ખરાબ તરીકે રેટ કરવામાં આવે છે અને ૬ ટકા પીવા માટે અયોગ્ય માનવામાં આવે છે.
ઉચ્ચ ખારાશના હોટસ્પોટસમાં અમદાવાદમાં વિરમગામ, ભાવનગરમાં સિહોર, જામનગરમાં જોડિયા, જૂનાગઢમાં માંગરોળ અને સુરેન્દ્રનગરમાં લખતરનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ધંધુકા, અમરેલીમાં રાજુલા, બાબરા અને બગસરા, આણંદમાં પેટલાદ, ભાવનગરના મહત્પવા અને ઘોઘા, દેવભૂમિ દ્રારકાના કલ્યાણપુર અને ભાણવડ અને જામનગરના જોડિયા અને કાલાવડ જેવા વિસ્તારો નાઈટ્રેટનું ઐંચું સ્તર દર્શાવે છે.
રાય–આધારિત ભૂગર્ભજળ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સૌપ્રથમ કોઈએ સપાટી પરના પાણીની ઉપલબ્ધતામાં થયેલા સુધારાને ઓળખવું જોઈએ, નર્મદા યોજના જેવી યોજનાઓને આભારી છે, જેણે બે દાયકા પહેલાની તુલનામાં ભૂગર્ભજળની ગુણવત્તા અને ઉપલબ્ધતામાં સુધારો કર્યેા છે. જો કે, આયોજિત અને સતત પ્રયત્નો દ્રારા પાણીની એકંદર ગુણવત્તા સુધારવામાં વર્ષેા લાગી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application