માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો થયો શુભારંભ

  • November 12, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થયો છે. ખેડૂતોને  ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી સહિતની જણસોની ટેકાના ભાવે ખરીદીનો પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતનાં મહાનુભવોની ઉપસ્થિતિમાં માર્કેટ યાર્ડ પોરબંદર ખાતે શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.ત્યારબાદ મંત્રીએ પોરબંદર શહેરમાં દુલીપ ક્રિકેટ સ્કૂલની મુલાકાત લીધી હતી અને દુલીપ ક્રિકેટ સ્કૂલની સુવિધાઓ વિષેની માહિતી મેળવી હતી.ઉલ્લેખનીય છે. 
કે,ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન સરકાર મારફત કરવામાં આવેલ છે. સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ મગફળી માટે ‚ા.૬૭૮૩ (‚ા.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે ‚ા.૮૬૮૨ (‚ા..૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે ‚ા.૭૪૦૦ (‚ા.૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિન માટે ‚ા.૪૮૯૨ (‚ા..૯૭૮.૪૦ પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે.  આ તકે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ  પરબતભાઈ પરમાર,ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન  લખમણભાઇ ઓડેદરા,તાલુકા પંચાયત પ્રમુખ લિરીબેન ખૂટી,કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, જિલ્લા ખેતીવાડી અધિકારી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા,અગ્રણી રમેશભાઈ પટેલ સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News