જેતપુર યાર્ડમાં મગફળીના ભાવોમાં મજૂરી પણ નહીં છૂટતા ખેડૂતો પાયમાલ

  • November 08, 2024 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૫૦ ટકા જેટલો વરસાદ ઉપરાંત કમોષ્મી માવઠાઓ સામે ઝીંક ઝીલીને જગતાતે દિવસ રાત કાળી મજૂરી કરીને સંતાનની જેમ ઉછરેલા મગફળીના પાકને યાર્ડની ખુલ્લ ી બઝારમાં વેચવા જતા એક મણે છસોથી સાતસો પિયાની નુકશાની થઈ રહી હોવા છતાં ખેડૂતને શિયાળુ પાકના વાવેતર માટે તાત્કાલીક નાણાંની જર હોવાથી નુકશાની ખાઈને પણ મગફળી વેચવા મજબુર બન્યો છે.
દિવસ રાત કાળી મજૂરી કરી જરીયાત કરતા વધુ વરસાદ ઉપરથી માવઠાઓ સામે ઝીંક ખેડૂતોએ ઝીલી વધુ સાથે વરસાદથી ભેજને કારણે ઈયળો, ફગ તેમજ બીજા જીવ જંતુઓ સામે માંડ માંડ પાકનું રક્ષણ કયુ, અંતે મગફળીના પાકને ખેડૂત યારે સારી કિંમત મળી રહે તેવી આશા સાથે વેચવા માટે બઝારમાં જાય ત્યારે તેના પાકની કોઈ લેવાલી જ નથી છતાંય વેચવું હોય તો મણે પાંચસોથી છસો પિયાની ખોટ ખાવી પડતી હોવા છતાંય જેતપુર પંથકના ખેડૂતો અત્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડની ખુલ્લ ી બઝારમાં મગફળીનો પાક વેચી રહ્યા છે.
દિવાળીની રજાઓ બાદ માર્કેટીંગ યાર્ડ ખુલતા યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક જોવા મળી છે. જેમાં આજે જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે યાર્ડના કર્મચારી દ્રારા મગફળીની હરરાજી શ કરાવવામાં આવી ત્યારે હરરાજીમાં ૮૫૦થી લઈ ૧૨૦૦ના ભાવ સુધીમાં મગફળી વેચાઈ હતી એટલે કે જે મગફળીનો ભાવ સરકારી ટેકાના ભાવ મુજબ ૧૩૫૬ તો મળવો જ જોઈએ તેનો ૮૫૦ પિયા અને સારી ગુણવત્તાની મગફળી કે જેનો ૧૬૦૦ મળવો જોઈએ તેના ૧૨૦૦ પિયા મળતા ખેડૂતોને ૫૦૦થી ૬૦૦ પિયાની ખોટ ખાવી પડી હતી. આ અંગે ખેડૂતોએ જણાવેલ કે મગફળીમાં ખેતરમાંથી એક મણ વીણવાના મજૂરી ૫૦૦ પિયા આપવી પડે ઉપરાંત બિયારણ, ખાતર, દવા બધું ગણીએ તો અમારી પાછળ કઈં વધતું જ નથી છતાંય અમો અમારી ઉપજ વેચવા માટે મજબૂર બન્યા છીએ કેમ કે અત્યારે શિયાળુ પાકના વાવેતરની શઆત થઈ ગઈ છે અને તે માટે બિયારણ તેમજ ખાતર ખરીદવા નાણાંની જરીયાત છે અને વેપારીને માલ વેચવાથી એક બે દિવસમાં પૈસા મળી જાય છે. યારે સરકાર દ્રારા મગફળીની ખરીદી ટેકાના ભાવથી કરવાની જાહેર કરી છે જેમાં ટેકાના ભાવ ૧૩૫૬ પિયા જાહેર કર્યા છે અને ખેડૂતોને મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશનની તારીખ ૧૦ નવેમ્બર સુધી રાખવામાં આવી છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટ્રિને કારણે મોટા ભાગની મગફળી ડેમેજ થઈ ગઈ હોય ખેડૂતો ટેકાના ભાવમાં મગફળી વેચવા માટે વાહનો ભાડે કરીને આવે અને તેમાં મગફળી ડેમેજ હોવાને કારણે ન ખરીદે તો ખેડૂતને ભાડાના પિયા પણ માથે પડે અને ટેકાના ભાવે ખરીદીમાં પૈસા કયારે મળે તે પણ નક્કી ન હોય ઉપરથી ચોમાસુ પાકના વાવેતરમાં ઉધાર ઉછીના કર્યા હોય શિયાળું પાકનું વાવેતર પણ કરવું હોય તેમાં નાણાંની સખત જરીયાત હોવાથી ખેડૂતો ૫૦૦ થી ૬૦૦ પિયાની ખોટ ખાયને મગફળી વેચવા મજબુર બન્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News