હાપા યાર્ડમાં મગફળી-કપાસની બમ્પર આવક

  • December 06, 2023 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭૦ હજાર મણથી વધુ જણસ ઠલવાતા મગફળીને લાગવાઇ બ્રેક

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં ૭૦૫૧૬ મણ જણસની આવક થતા જે પૈકીની મગફળીની ૩૬૭૫૦ મણ આવક થતા હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે, સાથો સાથ કપાસની પણ ૧૭૮૪૩ મણ બમ્પર આવક નોંધાઇ છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે ૩૬૭૫૦ મણ મગફળી ઠલવાતા નવી આવક બંધ કરવામાં આવી છે, ૧૦૧૦ ખેડુતો આવતા જુદી જુદી કુલ ૭૦૫૧૬ મણ જણસ નોંધાઇ છે, હરરાજીમાં જીરુના ભાવ ૮૪૦૦ અને લસણનો ૩૪૯૫ સુધી બોલાયો હતો.
હાપા યાર્ડમાં નવી મગફળી, કપાસ અને લસણની બમ્પર આવક નોંધાઇ છે, એક જ દિવસમાં ૭૦૫૧૬ મણ પૈકી મગફળીની ૩૬૭૫૦ મણ અને કપાસની ૧૭૮૪૩ મણ, લસણ ૮૮૨૩ મણ, ૩૩૭૭ ડુંગળી, ૧૧૮૩ મણ ઘઉંની આવક નોંધાઇ છે.
જયારે ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો મગફળીના ૧૧૫૦ થી ૧૬૦૦, કપાસના ૧૦૦૦ થી ૧૪૯૦, લસણ ૧૦૦૦ થી ૩૪૯૫, જીરુ ૭૪૦૦ થી ૮૪૦૦, ઘઉં ૫૦૦ થી ૬૧૪ બોલાયા હતા. કુલ ગુણી ૩૪૧૩૬ અને ૭૦૫૧૬ મણ અને ૧૦૧૦ ખેડુતો દ્વારા જુદા જુદા વાહનોમાં યાર્ડમાં લાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application