લાલપુરના ટેભડા ગામમાં દોઢ ઇંચ: આજુબાજુના પંથકમાં વરસાદ થતા મગફળી-કપાસને ફાયદો

  • September 06, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મગફળી અને કપાસના પાક ઉપર કાચું સોનું વરસ્યું

જામનગર જિલ્લામાં લગભગ ત્રણ અઠવાડીયાથી મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ ગઇકાલે બપોર બાદ ટેભડા ગામમાં મેઘરાજાએ વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે દોઢ ઇંચ વરસાદ વરસાવ્યો હતો, આ અંગેની નોંધ કંટ્રોલ રુમમાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇકાલે બપોર બાદ ટેભડા ગામમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને એકાએક વરસાદ શરુ થયો હતો અને વિજળીના ભારે કડાકા ભડાકા  શરુ થયા હતા, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ટેભડા આજુબાજુના ગામોમાં પણ એક થી બે ઇંચ જેટલો વરસાદ થયાનું જાણવા મળ્યું છે, જો કે હવામાન ખાતાએ દક્ષિણ ભારતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે, ત્યારે જામનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે, તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application