બાળકોમાં ઈન્ટરનેટનું વ્યસન રોકવા ગ્રીસ એપ લોન્ચ કરશે

  • January 01, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓસ્ટ્રેલિયા બાદ હવે ગ્રીસની સરકારે બાળકોમાં ઈન્ટરનેટની લતને રોકવા માટે મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે. તે નવા વર્ષમાં કિડ્સ વોલેટ એપ લોન્ચ કરશે. તે સગીરોના ઈન્ટરનેટ વપરાશ પર નજર રાખશે અને ગ્રીસના ડિજિટલ ગવર્નન્સ મિનિસ્ટર દિમિત્રિસ પાપાસ્તેરજીયુએ કહ્યું કે આ એપ માર્ચ 2025માં લોન્ચ કરવામાં આવશે. આના દ્વારા બાળકોના મોબાઈલ પર બ્રાઉઝિંગ લિમિટ અને ઉંમર વેરિફિકેશન લાગુ કરવામાં આવશે. આ એપ્ને સરકારના પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા ડિજિટલ પ્લેટફોર્મ સાથે લિંક કરવામાં આવશે. એપ્ની મદદથી માતા-પિતા નક્કી કરી શકશે કે તેમના બાળકો કઈ એપ અને વેબસાઈટનો ઉપયોગ કરી શકે. પાપાસ્તેરજીયુએ જણાવ્યું હતું કે કિડ્સ વોલેટ માતાપિતા માટે બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનું સરળ બનાવશે અને વય ચકાસણી સાધન તરીકે સેવા આપશે. એપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ જવાબદારી લેવા દબાણ કરશે.
ગ્રીસનું પગલું ઓસ્ટ્રેલિયાના તાજેતરના સોશિયલ મીડિયા પ્રતિબંધથી પ્રેરિત છે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બરમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે તેને મહત્વપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે સોશિયલ મીડિયા કંપ્નીઓએ બાળકો પાસેથી ઘણો નફો કર્યો છે. હવે તેઓએ જવાબદારી બતાવવી જોઈએ.
અન્ય દેશો પણ ઈન્ટરનેટની લતનો સામનો કરવા પગલાં લઈ રહ્યા છે. ચીનમાં 2021માં બાળકો માટે ઈન્ટરનેટનો વપરાશ મર્યિદિત છે. ત્યાં, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડૂયીન પર દિવસમાં 40 મિનિટથી વધુ સમય પસાર કરવાની મંજૂરી નથી. ફ્રાન્સે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વય ચકાસણી લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application