શિયાળાની કડકડતી ઠંડીનો પ્રારભં થયો છે.ઠંડીમાં અને પવનમાં વધારો થતા રાત્રે અને વહેલી સવારે કુદરતી કર્યુ જેવું વાતાવરણ અનુભવાય છે.શિયાળો આવતા જ સકરબાગ તત્રં દ્રારા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે પાંજરા ફરતે ઘાસ, ગ્રીન નેટ, પક્ષીઓના પાંજરામાં કુત્રિમ માળા, હીટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ખોરાકની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
શિયાળો અસલ રંગમાં આવી રહ્યો છે શહેરમાં ઠંડીની અસર થી લોકો ગરમ વક્રોમાં ઢબુડાયા છે. ઠંડીમાં મનુષ્ય જ નહીં પરંતુ પશુઓની પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. સકરબાગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંહ, દિપડા, વ, ઝરખ ને ઠંડીથી રક્ષણ મળે તે માટે પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે. તેમજ ગ્રીન નેટની આઙશ કરવામાં આવી છે. પક્ષીઓના પાંજરામાં કૃત્રિમ માળા, તેમજ ગ્રીન નેટની આડશ રાખવામાં આવી છે. સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પાંજરામાં બલ્બ તેમજ સૂકા ઘાસ, તૃણાહારી ઓના પાંજરામાં ગરમી મળી રહે તે માટે સૂકા ઘાસના ઊકી પાછળના બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હીટર પણ રાખવામાં આવ્યું છે.
શિયાળો શ થતાં પ્રાણીઓનો પણ ખોરાક વધી જાય છે. જેથી માંસાહારી અને તૃણાહારીઓના ખોરાક તેમજ પાણીની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો પીએમ મોદીને આંબેડકર માટે આદર છે તો અમિત શાહને હટાવી દેવા જોઈએ: ખડગે
December 18, 2024 05:49 PMવૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા: કર્મચારીઓએ ઉભા ઉભા કરવું પડ્યું કામ
December 18, 2024 05:00 PMદુબઈના શેખની લકઝરી લાઈફસ્ટાઈલ, સોનાના વાસણમાં પીવે છે ચા
December 18, 2024 04:57 PMકપલે છપાવ્યું લગ્નનું અનોખું કાર્ડ, બનાવી આધારકાર્ડની ડીઝાઇન
December 18, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech