વિમેન એસો.ને સીલાઇ મશીનનું અનુદાન

  • November 10, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુભશ્રી ઇન્ડ. વિમેન એસો.ને એસ.બી.આઇ. ઓફીસ દ્વારા તેમના સી.એસ.આર. અંતર્ગત ૨૫ નંગ સીવવાનાં સંચાનું યોગદાન મળેલ. તા.૨૫-૧૦-૨૩ના દિવસે બપોરે ૩ કલાકે શુભશ્રી ઇન્ડ. વિમેન એસોસીએશન જામનગરને એસ.બી.આઇ. રીઝનલ મેનેજરના હસ્તે ૨૦ નંગ સીવવાના સંચાનું યોગદાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત રીઝનલ મેનેજર હિતેશ રાયચુરા તથા તેમના અન્ય બે સહકર્મચારી ગણ આ સંસ્થાના આચાર્ય એન.એચ. વિસાવડીઆ તથા સંસ્થાના ક્રાફટ ઇન્સ્ટ્રકટર તરીકે ૨૭ વર્ષ ફરજ બજાવી નિવૃત થઇ હાલ સંસ્થામાં વયવસ્થાપક તરીકેફરજ બજાવતા એવા મીનાબેન ત્રિવેદી તેમજ અન્ય કર્મચારી ગણ ઉપસ્થિત રહેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application