ખંભાળિયા નગરપાલિકા દ્વારા વિનામૂલ્યે નવરાત્રી રસોત્સવનું ભવ્ય આયોજન

  • October 17, 2023 11:53 AM 

રાજ્ય પુરોહિત બોર્ડિંગ ખાતે લોકો રાસ-ગરબા ખેલી શકશે: મનન હોસ્પિટલ વાળા ડો. નીતિન લાલનો સહયોગ


ખંભાળિયા શહેરમાં રાસ રસીયાઓ વિનામૂલ્યે નિર્ભીક રીતે રાસ-ગરબાની મોજ માણી શકે તે હેતુથી નગરપાલિકા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ નગરજનો માટે વિનામૂલ્યે રાસ ગરબા રમવા તથા નિહાળવાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્રે રેલવે સ્ટેશન રોડ પર આવેલી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી સામે આવેલી શ્રી રાજ્ય પુરોહિત બોર્ડિંગના નિશાળ પટાંગણમાં નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો છે.


તા. 15 થી તા. 24 સુધી યોજવામાં આવેલા આ નવરાત્રી મહોત્સવમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર ખેલૈયાઓ અહીં રમી શકશે. નગરપાલિકા સાથે રાજકોટના જાણીતા દાતા સદ ગૃહસ્થ મનન હોસ્પિટલ દ્વારા ડોક્ટર નીતિનભાઈ લાલ તથા રીનાબેન લાલનો આર્થિક સહયોગ સાંભળ્યો છે.


આ સુંદર આયોજન માટે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ ગોપાલભાઈ પતાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા તેમજ સદસ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. રાજ્ય પુરોહિત બોર્ડિંગના ગ્રાઉન્ડમાં દરરોજ રાત્રે 9 વાગ્યાથી યોજવામાં આવેલા આ રાસ ગરબાનો લાભ લેવા નગરપાલિકા તંત્ર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application