ગોવિંદની પત્ની સુનિતા આહુજા મહાકાલ મંદિરમાં પર્સ લઇ પહોંચતા બબાલ

  • May 18, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ઉજ્જૈનના પ્રસિદ્ધ મંદિરના વ્યવસ્થાપક હવે કડક કાર્યવાહી કરવાના મૂડમાં
  • શાહરુખના બંગલાની સુરક્ષા કરતી એજન્સીને 20 કરોડમાં મહાકાલ માટે અપાયો છે કોન્ટ્રાક્ટ

બોલીવૂડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા આજકાલ મોટા વિવાદમાં ફસાઈ છે. સુનીતા તાજેતરમાં જ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરે દર્શન કરવા ગઈ હતી. જ્યાંની સુનીતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહી છે. પરંતુ તે મંદિરના ગર્ભગૃહમાં પર્સ લઈને જતી રહી હોવાથી બહુ બબાલ મચી ગઈ છે. 


ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ગત 15 મેએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. પરંતુ, તેના આ દર્શને વિવાદ ઊભો કરી દીધો છે. કારણ કે, તે મંદિરના ગર્ભગૃહમાં પર્સ લઈને પહોંચી હતી. મંદિરના ગર્ભગૃહમાં આ રીતે પર્સ લઈને જવા પર બબાલ મચી ગઈ છે. મંદિરની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે.


ઉજ્જૈન મહાકાલ મંદિરનો મુખ્ય નિયમ છે કે કોઈપણ ભક્તને ગર્ભગૃહની અંદર બેગ લઈને જવા દેવાતા નથી. આ રીતે બેગ લઈને પ્રવેશ પ્રતિબંધિત છે. પરંતુ, વાયરલ તસવીરોમાં મંદિરના ગર્ભગૃહમાં ઊભેલી સુનીતાના હાથમાં પર્સ જોવા મળી રહ્યું છે. સુનીતાએ પણ દર્શન કર્યા પછી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


લોકો એ જોઈને આશ્ચર્યમાં છે કે આખરે સુનીતા આહુજાને પર્સ લઈને અંદર જવાની મંજૂરી કઈ રીતે મળી? મંદિર સમિતિના કોઈ પણ સભ્યએ તેને રોકી કેમ નહીં? વાઇરલ તસવીરોમાં સુનીતા આહુજાની સાથે મંદિરના પંડિત પણ જોવા મળી રહ્યા છે. આ ઘટના પછી મંદિરની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે, કેમકે આ રીતે તો કોઈપણ કંઈપણ લઈને મંદિરની અંદર ઘૂસી શકે છે. આ મામલો સંબંધિત અધિકારીઓ સુધી પણ પહોંચી ગયો અને ઘણી બબાલ મચી છે.

મહાકાલ મંદિરના વ્યવસ્થાપક સંદીપ સોનીએ કહ્યું કે...

 પર્સને અંદર કેમ લઈ જવા દેવાયું, એ મામલે આગળની કાર્યવાહી સીસીટીવી ફુટેજ જોયા પછી જ કરાશે. મંદિરની બહાર એક સુરક્ષા ટીમ તૈનાત હતી, જેને નિર્દેશ અપાયેલો છે કે મંદિરની અંદર કોઈને પણ બેગ કે પર્સ લઈને જવા દેવામાં ન આવે. સંદીપ સોનીએ કહ્યું કે, જેણે પણ ભૂલ કરી હશે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે, મંદિરની સુરક્ષાની જવાબદારી 1 એપ્રિલથી મહારાષ્ટ્રની ક્રિસ્ટલ ઈન્ટ્રીગેટેડ સર્વિસીઝ પ્રા.લિ.ને સોંપવામાં આવી છે. આ એજન્સી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, તુળજા ભવાની મંદિર, એચડીએફસી બેન્ક, ફિનિક્સ મોલ, મુંબઈ એરપોર્ટ અને શાહરૂખના બંગલા 'મન્નત'ની સુરક્ષાની જવાબદારી પણ સંભાળે છે. મહાકાલેશ્વર મંદિરની સુરક્ષા માટે આ એજન્સીના 500 ગાર્ડ 24 કલાક તૈનાત રાખવાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. બે વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ 20 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application