દેશભરની ડમી સ્કૂલો પર ત્રાટકવા સીબીએસઈને સરકારનો આદેશ

  • April 18, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સીબીએસઈ શાળાઓને દેશભરની ડમી શાળાઓ સામે કાર્યવાહી વધુ કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. શિક્ષણ મંત્રાલયને એવી ફરિયાદો મળી છે કે વાલીઓ તેમના બાળકોને સારી શાળાઓમાંથી કાઢીને ડમી શાળાઓમાં મોકલી રહ્યા છે.દેશમાં ડમી સ્કૂલોના કલ્ચરને ખતમ કરવા માટે શિક્ષણ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. મંત્રાલયે સીબીએસઈને ડમી શાળાઓની ઓળખ કરીને કાર્યવાહી ઝડપી બનાવવા જણાવ્યું છે. મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આવી ફરિયાદો અને કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે કે વાલીઓ તેમના બાળકોને શ્રે શાળામાંથી બહાર કાઢીને ડમી શાળાઓમાં દાખલ કરાવી રહ્યા છે.સારી શાળાઓમાં વિધાર્થીઓ માટે ૮૦ ટકા હાજરીનો નિયમ લાગુ પડે છે, પરંતુ કોચિંગ કલાસના કારણે જો વિધાર્થી શાળાએ જવા માંગતો નથી તો વાલીઓ બાળકને સારી શાળામાંથી પણ કાઢી મૂકે છે. પછી તે વિધાર્થી માત્ર કોચિંગ સેન્ટરોમાં જ અભ્યાસ કરે છે અને તેનું એડમિશન ડમી સ્કૂલમાં ચાલુ રહે છે

કોચિંગ સેન્ટરો પર આધાર રાખવો યોગ્ય નથી
શિક્ષણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે વિધાર્થીઓ એન્જિનિયરિંગ–મેડિકલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે માત્ર કોચિંગ સેન્ટરો પર આધાર રાકહીને બેસી રહે તે વ્યાજબી નથી જ, તેમણે શાળાએ જવું પડશે. તાજેતરમાં સીબીએસઈ એ દેશભરની લગભગ ૨૦ શાળાઓની માન્યતા રદ કરી છે. ૩ શાળાઓને ડાઉનગ્રેડ કરવામાં આવી છે.આ ૨૦ શાળાઓમાં રાજસ્થાન, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર્ર, આસામ, મધ્ય પ્રદેશ, યુપી, કેરળ, ઉત્તરાખડં અને દિલ્હીની શાળાઓ પણ સામેલ છે


કેટલીક શાળાઓમાં ડમી વિધાર્થીઓનો ડેટા મળ્યો

શિક્ષણવિદ અને વીએસપીકે એયુકેશન સોસાયટીના ચેરમેન એસ. ના. ગુા કહે છે કે ૧૨મા પછી, તે એન્જિનિયરિંગ હોય, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે યુનિવર્સિટીમાં પ્રવેશ માટેસીયુઈટી ટેસ્ટ હોય, તે બધા એનસીઈઆરટી અભ્યાસક્રમને અનુસરે છે. શાળાઓમાં અભ્યાસક્રમ સારી રીતે ભણાવવામાં આવે છે યારે કોચિંગ સેન્ટરોમાં તે શાળાઓની જેમ ભણાવવામાં આવતો નથી. તેમનું કહેવું છે કે જો બાળકને કોચિંગ કરવું હોય તો અલબત્ત કરવું જોઈએ પરંતુ તે સ્કૂલના ખર્ચે ન થઈ શકે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News