નસિગ પરીક્ષામાં સોશિયલ મીડિયામાં મેસેજ મુકનાર સરકારી કર્મચારીની બદલી

  • February 14, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નસિગ પરીક્ષામાં છબરડાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. લગભગ ૨ થી ૩ કલાક આ બેઠક ચાલી હતી, જેમાં સમગ્ર મુદ્દે જીટીયુના રજિસ્ટ્રાર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં તૃિ દેસાઈ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ બેઠકમા વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે આગામી બે ત્રણ દિવસમાં આ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.
અહીં નોંધવું જરી છે કે ગાંધીનગરના લોરેન્સ કલાસીસ ની તપાસ કરવામાં આવશે આ બેઠકમાં કલાસીસના સંચાલકની ભૂમિકા શંકાસ્પદ છે ઉપરાંત કલાસીસ સાથે સંકળાયેલા વનરાજસિંહ ચૌહાણ દ્રારા સોશિયલ મીડિયામાં પરીક્ષા બાબતે મેસેજ મૂકવામાં આવ્યો હતો અને આ મેસેજ ઉમેદવારોના ગ્રુપમાં વાયરલ થયો હોવાથી અનેક શંકાઓ જન્મી છે આ શંકા ના આધારે તેમની તપાસ કરાશે ઉપરાંત વનરાજસિંહ ચૌહાણ સરકારી કર્મચારી હોવા છતાં ખાનગી કલાસીસ સાથે જોડાઈને પરીક્ષા જેવી ગંભીર બાબતે જે મેસેજ કર્યા છે તેની તપાસ કરાશે ના તપાસમાં જો તે દોષિત સાબિત થશે તો તેમની સામે પગલાં ભરાશે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પરીક્ષા ના પ્રશ્નપત્રની ચકાસણી બાદ ઉમેદવારોએ મેળવેલા ગુણાંકની તપાસ થશે જો ઘણા બધા વિધાર્થીઓના ગુણાંક ૯૦થી એકસો ની આસપાસ આવશે તો પેપર લીક થયું હોવાની શંકા દ્રઢ થઈ શકે છે હાલ રાય સરકારે આ પરીક્ષા ફરી લેવી કે નહીં તે બાબતે નિર્ણય કર્યેા નથી પરંતુ શંકા સાચી ઠરશે તો પરીક્ષા રદ કરી અને ફરી પરીક્ષા લેવામાં આવે તેવી શકયતા છે.અહીં નોંધવું જર છે સરકારી કર્મચારી વનરાજસિંહ ચૌહાણ ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા દરમિયાન ગાંધીનગરમાં કોચિંગ સેન્ટર ચાલુ કરેલુ સરકારે તેમની પોરબંદર બદલી કરી નાખી હતી.
આ સિવાય કોચિંગ સેન્ટર ચલાવતા સરકારી કર્મચારી વનરાજસિંહ ચૌહાણ ની ભૂમિકાને લઈને રાય સરકાર કડક કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહી છે જર પડે પેપર સેટર શંકાસ્પદ કોચિંગ સેન્ટરના સંચાલક અને ઉમેદવારો વિદ્ધ ફોજદારી રહે પગલાં ભરવામાં આવશે તે વાત નક્કી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application