મર્યાદિત તાલુકામાં ખેડૂતોને આઠના બદલે દસ કલાક વીજળી આપવા સરકારનો નિર્ણય

  • September 26, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યેા હોવાનું ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે. જોકે આ નિર્ણયનો લાભ માત્ર જુનાગઢ, જામનગર જિલ્લાના અમુક તાલુકાઓને અને કચ્છ જિલ્લાને જ મળશે. સરકારના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યેા છે અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી સરકારના આ નિર્ણયને ખેડૂતોની મશ્કરી સમાજ ગણાવ્યો છે.
લલીતભાઈ વસોયા એ વધુમાં જણાવ્યું છે કે રાયના અનેક જિલ્લા અને તાલુકાઓમાં વધારાની વીજળી માટેની જરિયાત છે ત્યારે મર્યાદિત જિલ્લા અને તાલુકાઓને તેનો લાભ આપવામાં આવ્યો છે. ખેડુતને અત્યારે જે આઠ કલાક વીજળી મળે છે તે પણ કટકે કટકે મળે છે.
ઉર્જા મંત્રીએ ઉમેયુ કે,સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટે શન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર ૮ કલાક વીજળી આપવાનો કાર્યક્રમ અમલમાં છે, અને તે રીતે નિર્ધારીત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ ૮ કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જોકે સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ ૭૫% થી વધુ સપ્લાય દિવસ દરમ્યાન આપવામાં આવે છે. રાયના આશરે ૨૦.૧૦ લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે ૧૬.૦૧ લાખ ગ્રાહકો ને દિવસ દરમ્યાન (એટલે કે સવારે ૫ કલાકે  થી રાત્રે ૯ કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેયુ કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઉભા પાકને બચાવવું જરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમજ ઋતુ પ્રમાણેના ડાંગર, જીં જેવા પાક ને બચાવવા માટે જરિયાત પ્રમાણે કૃષિ વીજગ્રાહકોને પ્રતિ દિન સરેરાશ ૮ કલાક ઉપરાંત વધારાના કલાકો માટે વીજપુરવઠો પુરો પાડવામાં આવે છે.
હાલમાં રાયમાં સૌરાષ્ટ્ર્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વિજ વિતરણ ક્ષેત્ર  હેઠળ આવતા જામ જોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળીયા હટીના તાલુકામાં તેમજ કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી  ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી આપવા અમલવારી કરવાની સુચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે. જેનાથી ખેડૂતોના મહામૂલા ઉભા પાકને જીવતદાન મળ્યું છે.
તા.૨૭.૦૮. ૨૦૨૪ ના રોજ  પીજીવી સીએલની મહત્તમ વીજમાંગ ૩૧૪૭ મેગાવોટ અને વીજ વપરાશ ૫૫ મીલીયન યુનીટસ હતી, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૯૦૩૫ મેગાવોટ અને ૧૫૪ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે પીજીવીસીએલની વીજમાંગમાં ઘણો વધારો થયેલ છે. એજ રીતે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજમાંગ ૧૮૭ મેગાવોટ અને વીજ વપરાશ ૦૩ મીલીયન યુનીટસ હતો,જે હાલમાં તા. ૨૩.૦૯. ૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૫૮૨૦ મેગાવોટ અને ૫૫ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે પીજીવીસીએલની ખેતીવાડી ક્ષેત્રની વીજમાંગમાં થયેલ વધારો દર્શાવે છે.
તા. ૨૭.૦૮.૨૦૨૪ ના રોજ રાયની મહત્તમ વીજમાંગ ૧૨૧૫૭ મેગાવોટ અને વીજ વપરાશ ૨૬૯ મીલીયન યુનીટસ હતો, જે હાલમાં તા. ૨૩.૦૯.૨૦૨૪ ના રોજ વધીને અનુક્રમે ૨૪૨૦૫ મેગાવોટ અને ૪૯૩ મીલીયન યુનીટસ નોંધાયેલ છે. જે રાયની વીજમાંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે.
ઉભા પાકને બચાવવા જરી જણાય ત્યારે મોંઘા ભાવના ગેસ એકમો માંથી, કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશન, એકસચેન્જ અને રીઅલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ  ખેતીવાડી ક્ષેત્રે ૧૦ કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ ઉર્જા મંત્રીએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application