જૂનાગઢ જિલ્લાના SP હર્ષદ મહેતાનું રાજીનામું સરકારે સ્વીકાર્યું, જાણો શિક્ષકથી IPS સુધીની સફર

  • January 06, 2025 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જિલ્લાના સુપરિટેન્ડેન્ટ (SP) હર્ષદ મહેતાનું રાજીનામું સરકારે સ્વીકારી લીધું છે. તેઓએ થોડા સમય પહેલા જ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું.


હર્ષદ મહેતાનો જન્મ અમરેલી જિલ્લાના ચલાલા તાલુકાના નાના એવા ગામ ગરમલીમાં 26 મે 1974ના રોજ થયો હતો.  નિવૃત્ત શિક્ષકના પુત્ર અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા GPSC પાસ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. પિતા બાબુભાઈ અને માતા નર્મદાબેનના પુત્ર હર્ષદ મહેતાને 4 ભાઈઓમાં 2 મોટા ભાઈ અને 1 નાનો ભાઈ છે. તેમના પિતા બાબુભાઈ મહેતા પાણીયા દેવની પ્રાથમિક શાળામાંથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા.


શિક્ષક તરીકે ફરજ બજાવી
હર્ષદ મહેતાને દમણની સેન્ટ્રલ સ્કૂલમાં નોકરી મળી હતી. ત્યાં 1 વર્ષ નોકરી કર્યા બાદ લાઠીની કલાપી સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ઈંગ્લિશ ટીચર તરીકે 7 વર્ષ નોકરી કરી હતી. આ દરમિયાન 2001માં GPSCની પરીક્ષા આપી તેમાં પ્રિલિમ મેઈન પાસ કરીને ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું. જો કે, કમનસીબે 2004માં પરિણામમાં કટ ઓફમાં છ માર્ક માટે તેઓ રહી ગયા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પાર્ટ ટાઈમ M.Ed.નો કોર્સ કરી ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ લાઠીની સરકારી નોકરી છોડી રાજકોટ આવ્યા અને અહીં ટીનએન રાવ કોલેજમાં B.Ed., M.Ed.માં લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.


27માં રેન્ક સાથે GPSC પાસ કરી હતી
વર્ષ 2007માં GPSCની ફરી જાહેરાત આવી તેમાં પ્રિલિમ અને મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયા હતા. જેમાં 4 વર્ષ બાદ 2011માં તેમનું પરિણામ આવ્યું અને તેઓ 27માં રેન્ક સાથે પાસ થઈ DySP બન્યા હતા. DySP તરીકે પસંદ થયા બાદ પણ તેમની જીવનની પરેશાની પૂર્ણ થવાનું નામ લેતી નહોતી. હર્ષદ મહેતાને જ્યારે ટ્રેનિંગમાં જવાનું હતું. ત્યારે તેમના બંને હિપ જોઈન્ટમાં રુમેટોઇડ આર્થરાઈટિસ આવ્યું હતું. 20થી વધુ ડોક્ટરોએ તેમને સચોટ ઈલાજ માટે ના કહી હતી. 

એક તરફ DySP તરીકે સિલેક્શન થયું હતું અને બીજી તરફ આ બીમારીને કારણે તેમને પથારીવશ થવું પડ્યું હતું. આ સંજોગોમાં એકથી બે ડોક્ટરોએ પોઝિટિવ રિસ્પોન્સ આપી અને આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિ અને દવાઓની મદદથી પોતે આગળ વધ્યા હતા. હાલમાં તેઓ જૂનાગઢના જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application