ઓપરેશન ગંગાજળના એક ભાગરૂપે રાજય સરકારે આરોગ્ય વિભાગના બે તાલુકા હેલ્થ ઓફિસર અને બે મેડિકલ ઓફિસરને ફરજિયાત નિવૃત્ત કરતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.રાજય સરકારે તારીખ ૮ ના રોજ હુકમો કરીને નવરચિત નવ મહાનગરપાલિકાઓમાં આરોગ્ય અધિકારીના હુકમો કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના તબીબી અધિકારી વર્ગ–૨માં ફરજ બજાવતા ઓફિસરોને નવી મહાનગરપાલિકાઓમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ વર્ગ એકના અધિકારી તરીકે વધારાની જવાબદારી સોંપી હતી. મૂળ કામગીરી ઉપરાંત આ વધારાનો ચાર્જ આપવાનો હુકમ તારીખ ૮ ના કરવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે તેમાં નડિયાદ મહાનગરપાલિકામાં નિયુકત કરવામાં આવેલા મેડિકલ ઓફિસરો હેલ્થ ઇન્ચાર્જ ડોકટર વિપુલ આર અમીન ને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. વિપુલ અમીન અત્યારે નડિયાદમાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા હતા.
વિપુલ અમીન ઉપરાંત સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા બીજોલ ભીમભાઇ ભેદ્રત્પ, છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે મેડિકલ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા ડોકટર રાજીવ નયન સૂર્યપ્રસાદ અને આણંદની જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા મયકં કેશવલાલ ચૌહાણ ને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. ફરજિયાત રીતે નિવૃત્ત કરાયેલા આ ચારેય અધિકારીઓ સામે તપાસ અને ઇન્કવાયરી ચાલી રહી છે તે યથાવત રહેશે એવું પણ આરોગ્ય વિભાગના ઓર્ડરમાં જણાવાયું છે. બીજી બાજુ મહાનગરપાલિકાઓમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તરીકે જે અન્ય આઠ અધિકારીઓની નિમણૂક કરી છે તે યથાવત રાખી છે. પોરબંદર તાલુકા હેલ્થ ઓફિસરને મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ તરીકે વઢવાણના તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર હરિત પાદરીયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ઇન્દિરા કોલોનીમાં સર્વજન દલિત સમાજની જગ્યાનો ઉકેલ કરવા મનપા મેયરને રજૂઆત
January 10, 2025 05:53 PMફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech